Books
Balaknu Pratham Varsh - Details
Balaknu Pratham Varsh
BookDR. Mey Stops / Anuvad - Shanti Dagali • 1963
Description
દરેક દંપતીને તંદુરસ્ત અને સુંદર સંતાનની ઝંખના હોય છે. સંતાન તો કુદરતની મનોહર બક્ષિસ છે. આ બક્ષિસ મેળવવા સદ્ભાગી બનેલી બહેનો માટે હું આ પુસ્તક લખું છું માતા બનનાર બહેનને આ પુસ્તક બાળઉછેરમાં મદદરૂપ થશે એવી મને શ્રદ્ધા છે.
ગર્ભાધાનથી માંડીને પ્રસૂતિ સુધીના બાળકનો વિકાસક્રમ ખરેખર અદ્ભુત છે. આ વિકાસપ્રક્રિયા દરમ્યાન એક જીવંતકોષમાંથી લાખો જીવનકોષોના બનેલા શરીરનું સર્જન થાય છે. વિકાસમાં મદદરૂપ થાય એવા સ્થિર વાતાવરણમાં આ સર્જન અને વિકાસનું કાર્ય થાય છે. એટલે બાળક ગર્ભાશયમાં હોય ત્યાં સુધી તેને પોતાને કંઈ કરવાનું હોતું નથી. ગર્ભાશયમાં માતાના લોહીની ગરમી જેટલી- ૯૮.૪ ડીગ્રી ફેરનહીટ-ગરમી હોય છે. ગર્ભાશયમાં બાળક હૂંફાળા પ્રવાહીમાં તરતું રહે છે. એટલે ગોદીમાં નાંગ-રેલા જહાજની માફક આંચકા કે બીજી ગરબડથી તેનું રક્ષણ થાય છે.