Books
Brahmsutra-Bhashya -Aadi shankaracharya Virachit -Aadi Shakaracharya Samgrh Granthavali Bhag-8 (Adhyay -3ane 4) - Details
Brahmsutra-Bhashya -Aadi shankaracharya Virachit -Aadi Shakaracharya Samgrh Granthavali Bhag-8 (Adhyay -3ane 4)
BookSamapadak-Gautam Patel / anuvad-Nilam PAtel - Ravindra Khandvala • 2009
Description
બ્રહ્મસૂત્ર-ભાષ્યના સંપૂર્ણ કે આંશિક રીતે અનુવાદો અનેક ભાષામાં થયા છે. અમે તે એકત્ર કરવાનો પ્રયત્ન કર્યો. તેમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હાલમાં ગુજરાત વિદ્યાસભા) દ્વારા મજમુદાર મણિશંકર જટાશંકર કીકાણી ગ્રંથમાળા નં. ૪ તરીકે સ્વ. ક્રમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી, બી.એ દ્વારા "શ્રીબ્રહ્મસૂત્રશાંકરભાષ્યાનુવાદ' (ગુર્જરગિરામાં) પ્રાપ્ત કરવાના પ્રયત્નો ડો. ભારતીબેન શેલતની સહાયથી સફળ થયા. ૧૯૧૦માં છપાયેલ આ અનુવાદની આજે પણ પ્રસ્તુતતા નકારી શકાય તેમ નથી. તેમાં પાદટીપમાં આપેલ નોંધ અત્યંત અગત્યની છે. અમને અમારો અનુવાદ તૈયાર કરવામાં આ ગ્રંથની સહુથી વધારે સહાય સાંપડી છે. તેમાંય ક્યાંક તો ઉપનિષદો કે બ્રાહ્મણગ્રંથોના અનુવાદોમાં તેઓશ્રીએ કેવળ અનુવાદ ન આપતાં તેના આગળ-પાછળના સંદર્ભોને પણ અનુવાદમાં સાંકળી લીધા છે અને તે જેવા છે તેવાં અમે ક્યાંક ક્યાંક ઉપયોગમાં લીધા છે. તે બદલ તેમનો અમે જાહેરમાં ઋણસ્વીકાર કરીએ છીએ.