Books
Chapaner ek Adhyan - Details
Chapaner ek Adhyan
BookPro. Ramanlal Nagarji Maheta • 1979
Description
વર્તમાન જ્ઞાનસાધનામાં પ્રત્યક્ષ પ્રમાણ અને અનુભૂતિનું આજરા વધુ વિશ્વસનીય ગણાય છે. તેથી શબ્દપ્રમાણ કંઈક આરો દબાયેલું છે. જ્ઞાનની આ પરિસ્થિતિને લીધે જુદા જુદા વિષયોનાં ખેડાણમાં પ્રચક્ષ દષ્ટિગોચર થતા પદાર્થો, હસ્તપ્રતો, તેમ જ નમૂનાઓને બળે ચર્ચા વિચારણા ચાલે છે. આ પરિસ્થિતિને લીધે ભૂતકાળના જ્ઞાનની તપાસમાં પ્રત્યક્ષાનુમાનનું બળ વધેલું જોઈ ભૂતકાળની ગણાતી વાતા, ઇતિહાસ, પુરાણ વગેરેને મૂલગત ભૌતિક પુરાવાઓને આધારે તપાસવાની વૃત્તિ અને પ્રયત્ન ચારે તરફ થોડેષણે અંરો થતા જોવામાં આવે છે, તેને બળે જે અનુમાને તારવવામાં આવે છે તે નવા પુરાવા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રમાણભૂત મનાય છે. જો પ્રત્યક્ષ તપાસ સારી રીતે થઈ હોય તો નવા મળતા પુરાવાઓ પ્રત્યક્ષને પુષ્ટ કરતા જોવામાં આવ્યા છે અને શબ્દ તથા પરં પરાને ઘણી વાર બદલતા દેખાવ છે, તેથી પ્રત્યક્ષ કાર્યનું મહત્વ પ્રતિદિન વધતુ જાય છે.
Keywords
Related Books