Books
Collegeni Kanya (કોલેજની કન્યા ) - Details
Collegeni Kanya (કોલેજની કન્યા )
BookGajendra shankar Li .Padya • 1931
Description
આ નાટકમાં કન્યા કેળવણી અને સહશિક્ષણ વિશે સમાજમાં થતી ચર્ચા અને તેના પ્રભાવને રજૂ કરવામાં આવ્યા છે. વાર્તાની શરૂઆત કલકત્તાના જુગારખાનાથી થાય છે, જ્યાં સોલોમન નામનો વ્યક્તિ ગરીબ નલીનકુમારને દેવામાં ફસાવી તેની પુત્રી કમલિની સાથે બળજબરીથી લગ્ન કરવા પ્રયત્ન કરે છે. ઘટનાક્રમ દરમિયાન નલીન પોલીસના ભયથી ભાગી જાય છે.
પદ્મકુમાર બેરિસ્ટર કમલિનીને બચાવી તેને મુંબઈ લઈ જાય છે. બીજી તરફ, પદ્મકુમારની ભત્રીજી કેતકી કોલેજના વાતાવરણના પ્રભાવથી અતિ ઉછૂખલ બની જાય છે અને “પ્રથમ દર્શને પ્રેમ” જેવી વિચારસરણીથી સોલોમન સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. પરિવારના સભ્યો તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે વડીલોની વાત માનતી નથી. અંતે લગ્ન અટકાવવા પ્રયત્ન દરમિયાન ઝઘડો થાય છે અને પોલીસ ચંદ્રકુમારને પકડી લે છે.
આ રીતે નાટકમાં શિક્ષણ, સહશિક્ષણ, યુવાનોની વિચારોની ઉછળકૂદ અને સમાજમાં ઉભા થતા નૈતિક પ્રશ્નોને દર્શાવવામાં આવ્યા છે.