Books
Naytarag - Details
Naytarag
BookRajendra Maheta • 2002
Description
હસમુખ બારાડી, ચિનુ મોદી અને મારા ડિયર જયુએ પ્રોત્સાહન આપ્યું છે. વીર પૂર્વજો નર્મદ, મુનશી, ચં.ચી.ને આ પુસ્તક અર્પણ કરી હું કૃતકૃત્ય થાઉં છું.
ગુર્જરીના નામે પોતાની અગિયારે દરિયાની માલમિલક્ત લખી દેનાર કવિમિત્ર મનહર મોદી આ પુસ્તકના વિતરણની વ્યવસ્થા સંભાળીને 'દરવેશપ્રીતિ' દઢાવી રહ્યા છે. હંમેશ મોદીએ મારા ચોકસાઈના આગ્રહોને ચીકણાઈ નથી ગણ્યા એ તેમનો મારા પ્રત્યેનો બંધુભાવ દર્શાવે છે.
કલાકાર મિત્ર શૈલેષ ડાભીએ આ પુસ્તકના શીર્ષકનું અક્ષરાંકન કર્યું છે તો મારા અભ્યાસકાળના - હૉસ્ટેલના સંગાથી મિત્ર પંકજ કનાડાએ સર્જનાત્મક આવરણ કરી આપ્યું છે. ડિયર જયુએ ચોથા ટાઇટલ પર પ્રેમથી નુક્તેચીની કરી છે. આ સર્વનો અને પ્રકાશન માટે અનુદાન આપનાર ગુજરાત સાહિત્ય અકાદમીનો આભારી છું.
Keywords
Related Books