Books
Sankshipt Aheval -Musadarup Vikas Yojana Gandhinagr 2011 Gandhinagar Shaheri Vikas Sattamandal January_2000 - Details
Sankshipt Aheval -Musadarup Vikas Yojana Gandhinagr 2011 Gandhinagar Shaheri Vikas Sattamandal January_2000
Book- • 2000
Description
ગુજરાત રાજ્યના પાટનગર તરીકે ગાંધીનગરની સ્થાપના સને ૧૯૬૦માં કરવામાં આવેલ અને ગાંધીનગરની પાટનગર શહેર તરીકે અલગ લાક્ષણિકતા અને ઓળખ ઊભી થયેલ છે. શહેરમાં ખાસ કરીને ખૂબ પહોળા રસ્તાઓ અને ખુલ્લી જગ્યાઓ તથા મોટા માર્ગો પર બંને બાજુએ વિપુલ પ્રમાણમાં વૃક્ષો હોવાથી સદર શહેર વૃક્ષોની ગીચતામાં દુનિયામાં સૌથી ધનિષ્ટ હોઈ, ગ્રીન સિટિ તરીકે ઓળખાય છે.પાટનગરના વિકાસના પરિણામે આજુબાજુના વિસ્તારોમાં વિકાસની ક્ષમતા વધી છે, જેથી શહેર અને આજુબાજુનાં ગામોનો વિકાસ ધારાકીય માળખામાં રહી થાય તેવી જરૂરિયાત હતી.
ગાંધીનગર શહેર તથા તેની આજુબાજુનાં ૩૯ ગામોના આશરે ૩૮૮ ચો. કિ.મી. વિસ્તારના સુઆયોજિત વિકાસ માટે તા. ૧૨-૩-૯૬ના રોજ સરકારથીએ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમની કલમ-૨૨ (૧), (૨) તથા (૪) અન્વયે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા)ની રચના કરેલ..ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળે એકવીસમી સતાબ્દિની શરૂઆતમાં શહેરી વિકાસને અનુલક્ષી તેને વેગ આપવા તથા સને ૨૦૧૧ના વર્ષ સુધીની શહેર અને ગામડાંઓની જરૂરિયાતો પ્યાને લઈ વિકાસયોજનાનો મુસદ્દો પ્રસિધ્ધ કરેલ છે. પ્રસ્તુત વિકાસ યોજનાના મુસદાની મુખ્ય અને અગત્યની ખાસિયતો નીચે મુજબ છે.
નકશાઓ, અહેવાલ તથા રેકોર્ડ સહિતની વિકાસ યોજના કમ્પ્યુટર પર તૈયાર કરેલ છે તથા બેઝમેપ તૈયાર કરવામા સેટેલાઇટ ઇમેજરીનો ઉપયોગ કરેલ છે.
Keywords
Related Books
Infrastructure Development And Financing
G Raghuram , rekha Jain , Sidharth Sinha , Prem Pangotra , Sebastian Morris
View Details