Books
Shabdvedh-Paryavaran Visheyank(GUJARATI) - Details
Shabdvedh-Paryavaran Visheyank(GUJARATI)
BookAbhay Rawal, Parimal Desai, Pragya Patel, Mukund Patel • 1998
Description
જ્ઞાનિક આવિષ્કરણના મર્મને પારખ્યા વિના ભૌતિકવાદની દિશામાં આપણી દોટ મૂકતા માનવીના અખિલ બ્રહ્માન્ડને આંભવાના મિથ્યાભિમાની માનસનું વરવું, ભયાનક પરિણામ એટલે પર્યાવરણીય સમસ્યા, એવો નિષ્કર્ષ કોઈ કાઢે તો તેમાં ભારોભાર ઔચિત્ય છે. જ્ઞાનથી વિજ્ઞાન સુધીના શિક્ષણને વરેલી આપણી સંસ્કૃતિએ, ભારતીય જીવનરીતિએ પર્યાવરણને માનવીના જીવનના અભિન્ન અંગ તરીકે લેખાવીને એનો મહિમા ગાયો છે, ત્યારે પાશ્વાત્ય સંસ્કૃતિના વૈભવી પણ અંતે તો જીવનને અંધકારની ગર્તમાં ધકેલતા વિલાસી જીવનથી અંજાઈ ગયેલા આપણે વારસો અને જીવનરીતિની સાત્વિકતાને બાજુએ હડસેલીને મોતના મુખના પર્યાય સમી પર્યાવરણની સમસ્યાની સતત અવગણના કરી છે. જેના દિવસનો આરંભ અને અંત પર્યાવરણના પૂજન અને અર્ચનથી થતો હતો એ જ ભારત દેશ આજે પ્રદૂષણ અને પર્યાવરણીય સમસ્યાની ઊંડી ગર્તમાં ધકેલાઈ ગયો છે.....