Books
Shaheri Amdavad -Gandhinagr Praharin _KHOJ AMDAVAD NI - Details
Shaheri Amdavad -Gandhinagr Praharin _KHOJ AMDAVAD NI
BookR.K.Mishra, A.Centro .zala, Klpesh Raval, Nandu Patel • 2000
Description
એક સુંદર, સંપૂર્ણ અને નખશિખ સ્વચ્છ સાથીની ચાહના સ્વાભાવિક છે. વ્યકિત, પરિવાર અને સમાજની ઉન્નતી માટે એ અંત્યંત જરૂરી પણ છે. આપણાં સામયિકનો સતત પ્રયાસ રહ્યો છે કે, તે પ્રત્યેક ક્ષણ આમ નાગરિકના પરિવાર મિત્ર અને શહેરના પ્રહરીની ભૂમિકામાં કાર્યરત રહે. આના માટે સ્વાવલોકન એક નિરંતર પ્રક્રિયા બની રહે છે. વાચકોના પત્રો આ ભગીરથ કાર્યમાં દિવાદાંડીનુંકામ કરે છે. હાલમાં અમને મળેલા પત્રોમાં બે ઉલ્લેખનીય છે. ભાઈ નરસિંહ ઠકકર ગુજરાતી સામયિકોમાં વધતા જતા અંગ્રેજી ભાષાના ચલનની વેદના વ્યકત કરી છે. અમે એમની સાથે સહમત છીએ અને વચન આપીએ છીએ કે મહદઅંશે આ બદીથી દૂર રહીશું. બીજી માલતીબહેન મોદવડિયાની એ ફરિયાદ છે કે ‘શહેરી’ પુરૂષપ્રધાન અને શુષ્ક થતું જાય છે. આ ફરિયાદને માથે ચઢાવીએ છીએ અને તેના નિરાકરણ રૂપે આ અંકથી નવા વિભાગો-મહિલા, પરિવાર અને ફિલ્મી ગપસપ શરૂ કરીએ છીએ. પ્રતિભાવ આપશો.