Books
Svaaraj - Panchayatirajno Bandharniya sudharo - Details
Svaaraj - Panchayatirajno Bandharniya sudharo
Booksiddik Panvala • 1994
Description
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયથી સ્વરાજની પરિકલ્પના કરવામાં આવી છે. સ્વરાજને ગ્રામ્ય સ્તરે સાકારવાનાં ઘણાં પ્રયત્નો કરવામાં આવ્યા છે. ભૂતકાળમાં પંચાયતી રાજના માધ્યમથી 'ગ્રામ સ્વરાજ' લાવવા માટે બળવંતરાય મહેતા સમિતિ, અશોક મહેતા સમિતિ તથા ૬૪ માં બંધારણીય સુધારા બીલ જેવા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે, છતાં પણ પંચાયતી રાજમાં સામાન્ય લોકોની ભાગીદારી ધણી ઓછી રહી છે. દરેક સમયે નાગરિકસત્તા ઉપર રાજ્યસત્તાનો પ્રભાવ રહ્યો છે. ૭૩ અને ૭૪ માં બંધારણીય સુધારા ધ્વારા નાગરિકસત્તાને પંચાયતીરાજ તથા નગરપાલિકાના માધ્યમથી ફરીથી બંધારણીય માન્યતા આપવામાં આવી છે. સ્વરાજ તરફ આગળ વધવામાં તથા નાગરિક સત્તાને મહત્તા આપવામાં આ પગલું સિમાચિન્હરૂપ છે. આ કાયદા દ્વારા પંચાયતી રાજની રચના તથા અમલીકરણ માટે બંધારણીય જોગવાઇથી દરેક રાજ્યને પોતાનો કાયદો બનાવવા સ્પષ્ટ સુચના આપવામાં આવી છે.
Keywords
Related Books