Books
Tavarikhni Tejchaya -articles on social, political and cultural issues - Details
Tavarikhni Tejchaya -articles on social, political and cultural issues
BookPrakasha .N .Shah • 2025
Description
એક અંતરાલ પછી, ચારેક વરસ જેટલો ગાળો પડવામાં હશે-અને દિવ્ય ભાસ્કર' તરફથી અણચિંતવ્યું તેડું આવ્યું. મેં માર્ચ 2023થી બુધવારની 'કળશ' પૂર્તિમાં ને ગરવારે કથિત તંત્રી પાના શી હાલની રસમમાં લખવાનું શરૂ કર્યું. 'કળશ' સાર કોલમનામ પણ જાણે એમ જ મળી આવ્યું, સરસ અને સત્વર -‘તવારીખની તેજછાયા', સરજાતા ઇતિહાસમાં રહી પાછળ નજર કરતા જવું કંઈક નોળવેલની આરત, કંઈક દોષદરસ્તીની ધખના. પાછળ નજર, આગળ જવા. માટે. કથિત વૈકલ્પિક વિમર્શના જે દોરમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ તેમાં ઇતિહાસ આસપાસ એક વિચારસંપ્રદાય ખાસ મુદ્દો જણાય છે. એથી મનમાં એવું અલબત્ત ખરું કે તેજછાયાની ફરતેરમતેભમતે કંઈક એવું ચીંધી શકાય જે આ વિચારસંપ્રદાય (કહો કે 'કલ્ટ ઓફ હિસ્ટરી') પરત્વે સંસ્કારક (કરેક્ટિવ) તેથી પૂરક ને ઉપકારક થઈ પડે. પરંપરાના સાતત્યનું ગૌરવ કરીએ છીએ, પણ લાંબી યાત્રામાં સતત જે બધા શોધન અવસર આવી મળે છે એનો…