Books
Yogasano- Sharir man ane gyantantuo ,tranene ekisathe svastha rakhati annya vyayam padhdhti - Details
Yogasano- Sharir man ane gyantantuo ,tranene ekisathe svastha rakhati annya vyayam padhdhti
BookDamubhaii Shukl • 1955
Description
થોડાં વરસ પર ઑલ ઇંડિયા રેડિયો પરથી શ્રી દામુભાઈ શુધ્ધ રોજ સવારમાં આપેલા ‘યોગાસનો' પરના ટૂંકા માર્ગદર્શક વાર્તાલાપ અમને એટલા વિશદ લાગેલા કે એ સાંભળતા જઈને પણ આસનો કરવાં સરળ થઈ પડે તેમ હતું. આથી, એ અધરા જણાતા અજ્ઞાત વિષય-ને આટલે સહેલે બનાવતી એ વાર્તાલાપની માળા 'કુમાર'માં આપ-વાની અમે એમને વિનંતિ કરી, જે એમણે ખૂબ ઉત્સાહથી સ્વીકારી.
'કુમાર'માં ક્રમશ: લગભગ એકાદ વરસ સુધી પ્રકટ થએલી એ રેડિયેોમાળા શ્રોતાઓની પેઠે વાચકોમાં પણ ખૂબ આવકાર પામી હતી, અને તેને પ્રકટ કરવાનાં સૂચનો વારંવાર આવ્યા કરતાં હતાં. વળી આ વિષય માત્ર ઊગતી પ્રજાને જ નહિ, પરંતુ સર્વ વયના સમસ્ત જનસમુદાયને ઉપયોગી હોઈ અમે આ નાની હાથપોથી રૂપે તે પ્રકટ કરીએ છીએ. અમને આશા છે કે જેમ આની પુરોગામી હાથપોથીની ત્રણ આવૃત્તિઓ નીકળવા પામી તેમ આ પણ લોકાદરને પાત્ર થરો.