ऐसा कयो ?
Keywords: Aisa Kyo ? |Saroop Dhruv|Natak - Budreti|Saroop Dhruv|Aisa kyo?|
ऐसा कयो ?
Articleસરૂપ ધ્રુવ • નાટક – બુડ્રેટી • 2007
Abstract
આ વિભાગમાં સરૂપ ધ્રુવનું હિંદી નાટક ‘ऐसा कयो ?’ આપવામાં આવ્યું છે. જેના કુલ પાંચ પુરુષ અને ત્રણ સ્ત્રીપાત્રો છે. આ નાટકમાં સંસારમાં સ્ત્રી જન્મે ત્યારથી પુરુષો તેનું જે શોષણ કરે છે. તેનાં જુદા જુદા કારણો દર્શાવ્યા છે. દા.તા. સ્ત્રી ઘરની ઈજ્જત છે. સમાજ અને દેશની ઈજ્જત છે. તેની રક્ષા કરવી ઘટે. વગેરે બીજા અંકમાં ‘લગ્ન’ ના નામે સ્ત્રીને માત્ર શરીર સમજી રોજ રાત્રે – પતિ બીજી પત્નિ કે રખાત લાવશે તેની બીકે કંઈ ન કહેતાં બધું સહી લે છે. પુરુષોની વાસનાનો ભોગ બનતી વેશ્યાઓની વ્યથાને અહીં રજૂ કરવામાં આવી છે. ત્રીજા અંકમાં સ્ત્રીની પ્રશંસા પણ પુરુષોનાં ઓઠાં હેઠળ કરવામાં આવે છે. સતીપ્રથામાં જે પણ જોવા મળતી કડવી વાસ્તવિકતા છે. તેવી વ્યથા ચોથા અંકમાં જોવા મળે છે. પાંચમાં અંકમાં હિંદુસ્તાન –પાકિસ્તાનના ભાગલા વખતે સ્ત્રીઓ ઉપર બળાત્કાર જેવા ધર્મના નામે જે અત્યાચારો થયા તેનો કાળો ઈતિહાસ આલેખ્યો છે. છઠ્ઠા અંકમાં ભાગલા પછી 2002 સુધીના કોમી તોફાનો થયા તેમાં સ્ત્રીઓની જે દુર્દશા થઈ તેનું હ્રદયદ્રાવક વર્ણન કરવામાં આવ્યું છે. અંક સાતમાં નિમ્ન કોમની સ્ત્રી મેલું ઉપાડવાનું કામકરતી હોવાથી બધા એનાથી અભડાય છે. પણ જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી ફેંકી દેવાય છે. તેની વ્યથા રજૂ કરી છે. અંક નવમાં કાશ્મીરી સ્ત્રીઓની વ્યથા આલેખાઈ છે. દસમાં અંકમાં નાગાલેન્ડ-મિઝોરમ વગેરે પૂર્વોત્તર રાજ્યોની સ્ત્રીઓ સાથે સુરક્ષાના નામે જતા સૈનિકો દુરવ્યવહાર કરે છે. તેની વ્યથા આલેખી છે.