અમને અમારી મુકિત વ્હાલી (બાળ નાટક)
Keywords: Pragna A. Patel|Natak Budreti|Amne Amari Mukti Vahali|Bal Natak|
અમને અમારી મુકિત વ્હાલી (બાળ નાટક)
Articleપ્રજ્ઞા એ. પટેલ • નાટક બુડ્રેટી • 2004
Abstract
અમને અમારી મુકિત વહાલી' એ બાળનાટક છે. આ નાટક બે દ્રશ્યોમાં બહેંચાયેલું છે. આ નાટકમાં શહેરના ઉંચા મકાનો, મનુષ્યની લાલચ અને મનુષ્યની સ્વાર્થવૃત્તિની વાત કરવામાં આવી છે. આ નાટકમાં મોર, પોપટ, બુલબુલ, ચકો-ચકી, કબુતર, કાગડો વગેરે પક્ષીઓ અને ચિરાગ નામનું બાળક જેવાં પાત્રો જોવા મળે છે. મોરને કળા કરવાનું મન થાય છે. પરંતુ શહેરના ઉંચા મકાનો જોઈને તેનું મન ભાંગી પડે છે. ત્યારબાદ પોપટ અને ચિરાગની મૈત્રીની વાત કરવામાં આવી છે. બીજા પક્ષીઓ પોપટને સમજાવે છે કે મનુષ્ય સ્વાર્થી છે, તે પક્ષીઓ માટે પીંજરા બનાવે છે. પણ પોપટ તે બધું સમજતો નથી. ચિરાગ જે પીંજરું લાવ્યો હોય છે તેમાં પૂરાઈ જાય છે ને ચિરાગનાં ઘરે જાય છે. ત્યારબાદ પોપટ ખાવાપીવાનું બંધ કરી દે છે ને પાંજરામાં હિજરાય છે. ત્યારે બીજા પક્ષીઓ પોપટને છોડી લાવવા માટે કાગડાને વિનંતી કરે છે. તે સમયે બીજો પોપટ આવે છે. ત્યારે કાગડાને એક યુકિત સૂઝે છે કે આ પોપટ પેલા પોપટ કરતાં ઘણો રૂપાળો છે. તેને ગાતાં પણ સરસ આવડે છે. માટે આ પોપટ રોજ ચિરાગના ઘરની ઓસરીમાં જયાં પાંજરું છે ત્યાં જઈ સરસ ગીતો ગાશે ને વાતો કરશે. ત્યારબાદ તે પેલા પોપટને તેની ભાષામાં સમજાવે છે કે, મરવાનું નાટક મોરને કળા કરવાનું મન થાય કેવી રીતે કરવું? એટલે કે સૂઈ જવું.પછીથી પોપટને મરી ગયેલો માનીને ચિરાગ પાંજરાનો દરવાજો ખોલશે અને સૂઈ ગયેલા પોપટને એટલે મરી જવાનું નાટક કરતા પોપટને નીચે મૂકશે અને સૂઈ ગયેલા પોપટને એટલે મરી જવાનું નાટક કરતા પોપટને નીચે મૂકશે ત્યારે બન્ને પોપટ ચિરાગને ટાટા બાય બાય કરતાં ઉડી જશે.