અમારો સૂર્ય
Keywords: Amaro Surya|Bhagwat Sughar|Natak Budreti|Amaro Surya|Ekanki|
અમારો સૂર્ય
Articleભગવત સુથાર • નાટક બુડ્રેટી • 2004
Abstract
નાટયકાર ભગવત સુથાર રચિત 'અમારો સૂર્ય' એકાંકી બે દ્રશ્યોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. આ એકાંકીમાં પાંચ પાત્રો છે. હેમંતરાય, કાર્તિક, કલ્યાણી, સુનીતા અને સુશીલા. હેમાંતરાયના ઘરનો રિવાજ છે કે ઘરના તમામ સભ્યોએ પોતાનો પગાર હેમાંતરાયને આપવો. હેમાંતરાય બધા જ સભ્યોનો પગાર શેર સટ્ટામાં ઉડાવતા હોય છે. તેની કાર્તિકની પત્ની કલ્યાણી આ વાતનો વિરોધ કરે છે. ત્યારે કલ્યાણીની ભાભી સુનીતા, કલ્યાણીની સાસુ સુશીલા અને કાર્તિક કલ્યાણીને સમજાવે છે. તેમ છતા કલ્યાણી સમજતી નથી અને પોતાનો પગાર હેમાંતરાયને આપવાની ઘસીને ના પાડે છે. ત્યારે હેમાંતરાય કલ્યાણીને ઘર છોડી દેવાનું કહે છે અને કલ્યાણી પણ વટની મારી ગૃહત્યાગ કરી ડે છે. ત્યાં પ્રથમ દ્રશ્ય પૂર્ણ થાય છે. ત્યારબાદ બીજા દ્રશ્યમાં હેમાંતરાયના પરિવારની વિકટ પરિસ્થિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હેમાંતરાય શેરસટ્ટામાં પોતાની તમામ મિલકત ગુમાવી દે છે. તેમનું ઘર પણ નીલમ થાય એવી પરિસ્થિતી ઊભી થાય છે. ત્યારે કલ્યાણી તેમને સાથ આપે છે અને પોતાના ફ્લેટમાં લઈ જાય છે. છેલ્લે હેમાંતરાય એટલું જ કહે છે કે 'કલ્યાણી તું તો અમારો સોનાનો સૂર્ય છે' આમ અહીં એકાંકી પૂર્ણ થાય છે.