અમે અમારાં સપનાં....
Keywords: Pragna Patel|Ame amara Sapana|Kishan|Bharti|Ratrishala|Sarita|
અમે અમારાં સપનાં....
Articleપ્રજ્ઞા પટેલ • નાટક - બુડ્રેટી • 2006
Abstract
આ લેખમાં પ્રજ્ઞા પટેલ રચિત 'અમે અમારાં સપનાં' બાળનાટક છાપવામાં આવ્યું છે. જેમાં કુલ નવ બાળ પાત્રો છે. જેની કથાવસ્તુમાં ઝૂંપડપટ્ટીમાં કેટલાંક બાળકો શાળાએ જવાના કારણો રજૂ કરે છે. જયારે કેટલાંક બાળકો શાળાએ ન જવાનાં કારણો જણાવે છે. જેમાં શિક્ષકોનો તેમના પ્રત્યેનો ખરાબ વ્યવહાર જવાબદાર છે. આ આખું નાટક શિક્ષકોના વ્યવહારને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યું છે. તેનું કથાવસ્તુ નીચે પ્રમાણે છે. ઝૂંપડપટ્ટીનાં કેટલાંક બાળકો શાળાએ જવાનાં અને ન જવાનાં કારણો જણાવે છે. અને બીજાં બાળકોને કિશન, ભારતી વગેરે વગેરે શાળાએ જવાનું અને ભણવાનું મહત્વ સમજાવે છે. તો શિક્ષકોનાં વર્તનોની નોંધ લઈ તેમના દ્વારા અપાતા ઠપકાને કારણે શાળાએ જવું ગમતું નથી. એમ જણાવે છે. પરંતુ ઝૂંપડપટ્ટીમાં ચાલતી રાત્રિશાળા જ્યાં સરિતા નામની યુવતી ટિચર છે. તેનાં પ્રેમાળ સ્વભાવને લીધે બધાં જ બાળકો તેની પાસે ભણવા જવાનું પસંદ કરતા હોય છે. સરિતા ટિચર બધાને સારા બનવાનું, મોટા માણસ થવાનું સ્વપ્ન બાળકોની આંખોમાં રમતું કરે છે. નાટકનાં અંતમાં બાળકો ગાઈ ઉઠે છે : અમને પ્રેમ આપો.... અમે તમારા બાળ...અમોને સાથ આપો ...વધવું વધવું આગળ.... તમારો હાથ આપો ...."