અમે દોસ્તો (બાળ નાટ્યલેખન, 2004માં પુરસકૃત નાટક)

Keywords: Bal Natya Lekhan|Bhagwat Suthar|Natak Budreti|

અમે દોસ્તો (બાળ નાટ્યલેખન, 2004માં પુરસકૃત નાટક)

Article

ભગવત સુથાર • નાટક બુડ્રેટી • 2005

TMC: (સળંગ અંક -30)

Abstract

આ નાટકમાં વૃક્ષો કાપવાં ન જોઈએ એવી વાત રજૂ કરવામાં આવી છે. આ નાટકની શરૂઆતમાં રાજા, પ્રધાન અને ઈજનેર જંગલમાં ફરવા નીકળે છે. ત્યારે પ્રધાન રાજાને જણાવે છે કે આ લાકડાં સરસ છે. તેનાથી આપણો મહેલ સુંદર બનશે. આવી વાત સાંભળતાં જ રાજા વૃક્ષો કાપવાની આજ્ઞા આપે છે. પ્રધાન, રાજા અને ઈજનેરના ગયા પછી બધા જ વૃક્ષો ધ્રુજવા માંડે છે. ત્યારે ધરતીમાતા આવે છે. વડલો, બોરડી, સીસમ,આંબો,ચીકુડી, બાવળ, લીમડો, વગેરે વૃક્ષો લાકડા કાપવાની ઘટના ઘરતીમાતાને જણાવે છે. ત્યારે જ દૂરથી બાળકો રમતાં રમતાં જંગલમાં આવે છે. તેઓ વૃક્ષો સાથે મૈત્રી કરે છે. પછીથી તેમની સાથે વાતચીત કરે છે. પરંતુ બાળકોને બધાં જ વૃક્ષો ઉદાસ લાગતા હોય છે. તેથી તેઓ વૃક્ષોને ઉદાસીનતાનું કારણ પૂછે છે પણ તેઓ કશું બોલતા નથી. તેથી ધરતી માતા આવીને વૃક્ષોને કાપવાની બધી જ વાત બાળકોને જણાવે છે. બાળકો વૃક્ષોને બચાવવાનું નક્કી કરે છે. અને કહે છે કે માથે લીધેલું કામ પૂરું કરીએ તો જ સાચી મિત્રતા પછીથી બધા બાળકો ઘરે જાય છે. બીજે દિવસે રાજકુમાર લવ, રાજકુમારી અમૃતા, પ્રધાનપુત્ર, બેલા, રાધા, મનુ વગેરે બાળકો જંગલમાં આવે છે ને નક્કી કરે છે કે બધાએ દરેક વૃક્ષને બાથ ભરીને ઉભા રહેવાનું અને કઠિયારો આવે તો કહેવું કે પહેલાં અમને કાપો ને પછી વૃક્ષોને કાપો. ત્યારબાદ બધા બાળકો વૃક્ષોને બાથ ભરીને ઉભા રહે છે. ત્યારે ત્રણ કઠિયારો આવે છે તેઓ વડને કાપવા જાય છે. ત્યારે વૃક્ષને બાથ ભીડીને ઉભા રહેલા બાળકો કહે છે કે પહેલા અમને કાપો પછી જ વૃક્ષને કાપો. ત્યાંથી તેઓ આંબા, સીસમ, બાવળ વગેરે વૃક્ષો પાસે જાય છે. પણ દરેક જગ્યાએ એક જ જવાબ મળે છે તેથી કઠિયારો નિરાશ થઈને રાજદરબાર જઈને બાળકોની ફરિયાદ કરે છે.

Details

Keywords

Bal Natya Lekhan|Bhagwat Suthar|Natak Budreti|

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details