આંગળી આપતાં
Keywords: Aagali aapta, Ravindra Parekh, Natak Budreti, Faras Aekanki
આંગળી આપતાં
Articleરવિન્દ્ર પારેખ • નાટક બુડ્રેટી • 2004
Abstract
આંગળી આપતા' એ એક ફારસ એકાંકી છે. આ એકાંકીમાં કુલ પાંચ પાત્રો છે. તેમાં અવિનાશ અને આરતી એ બે મુખ્ય-પાત્ર છે અને બાકીના ત્રાણ અવિનાશના મિત્રો છે. જેમને એક, બે,ત્રણ એવાં નામ આપવામાં આવ્યા છે.અવિનાશ એક નિષ્ફળ વકીલ છે. માટે તેને આત્મહત્યા કરવાનો સહકાર આપે છે. એક મિત્ર રિવોલ્વર લાવી આપે છે. તો બીજો પોઈઝન ના ત્રીજો દોરડું લાવી આપે છે. અવિનાશ રિવોલ્વર લમણે મૂકે છે અને ટ્રીગર દબાવે છે. પણ નિશાન ચૂકી જાય છે ને ટીપોઇ પર ઢળી પડે છે. પછી એની પત્ની આવે છે અને અવિનાશને ઢળેલો જોઈને હાથમાં રિવોલ્વર જોઈ રડવા લાગે છે. ત્યારબાદ અવિનાશે આત્મહત્યા કરી છે. તેવી જાણ થાય છે. પછી તે મિત્રો અન્ય સૌને સ્મશાનયાત્રા માટે આમંત્રણ આપે છે. પરંતુ ત્યાં અચાનક અવિનાશને જીવતો જોઈ ત્રણે જણા ચોંકે છે. અંતમાં ત્રણે મિત્રો આરતીને સલાહ આપે છે કે પોલિસ સ્ટેશનમાં જાણ કરો કે આ વ્યક્તિ આત્મહત્યા કરવામાં નિષ્ફળ ગયો છે. અંતમાં અવિનાશ કહે છે કે તેમાં તમને જ નુકશાન છે. કારણકે આત્મહત્યાં કરાવવા માં જે ઉશ્કેરે છે તેને ૧૦ વર્ષની સજા થાય છે અને જો વ્યક્તિ આત્મહત્યા કરવામાં નિષ્ફળ જાય તો ઉશ્કેરણી કરાવનારા વ્યક્તિને ઓછામાં ઓછી પાંચ વર્ષની સજા તો થાય જ છે. એમ કહીને તે પોલિસ સ્ટેશનમાં ફોન કરવા રીસીવર ઉપાડે છે ત્યારે ત્રણે મિત્રો ભાગી જાય છે.