આરંભકાલીન ગુજરાતી નાટકો
Keywords: old gujarati theatre, budreti, Jashwant Shekhadiwala, social plays. comedy, tragedy, parsi theatre, Gujarati Natak, Gujarati theatre, Arvachin Yugna natako, Dalpatram, Laxmi natak, Mithyabhiman, Nagindas Tulsidas marfatiya, Gulab, Ranchhodbhai Udayram Dave, Jaykumari Vijay, Lalita dukh darshak, Navalram Pandya, Bhatt Nu Bhopalu, Sukheshwar Bapuji, Mithyagyankhandan, Narmad, Krishnakumari, Ramjanaki Darshan, Keshavlal Moritam, Kajoda dukh darshak Natak
આરંભકાલીન ગુજરાતી નાટકો
Articleહસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2004
Abstract
આ લેખમાં અર્વાચીન યુગના લેખકોનાં નાટકો જે પુસ્તકરુપે પ્રકાશિત થયા છે. તે અંગેની માહિતી આપવામાં આવી છે. તેમજ જશવંત શેખડીવાળા એ નાટકોની જે યાદી આપી છે. તેમાં હાસ્યપ્રધાન, કરુણ, ગંભીર, ઐતિહાસિક, પૌરાણિક, સામાજિક નાટકો જોવા મળે છે. તેમજ પારસી લેખકોનાં નાટકો ગ્રંથરુપે પ્રકાશિત થયાં હતા. હિન્દુ લેખકોમાંથી જૂજ લેખકોનાં નાટકો પુસ્તકરુપે પ્રકાશિત થયાં હતાં. તદ્ ઉપરાંત ગુજરાતી નાટક વિશેના કેટલાક નિષ્કર્ષ પણ અહીં રજૂ કર્યા છે. આ ઉપરાંત ગુજરાતી નાટકનો ઉદૂભવ અને અર્વાચીન યુગનાં નાટકો વિશેની માહિતી આપવામાં આવી છે. ગુજરાતી નાટક ઈ.સ. 1850ના અરસામાં જન્મ્યું અને વિકસ્યું હતું. દલપતરામનું પ્રથમ નાટક 'લક્ષ્મીનાટક' ગુજરાતીમાં પુસ્તકરુપે પ્રકાશિત થયું હતું. આ ઉપરાંત દલપતરામ કૃત 'મિથ્યાભિમાન', નગીનદાસ તુળસીદાસ મારફતિયા કૃત 'ગુલાબ', રણછોડભાઈ ઉદયરામ દવે કૃત 'જયકુમારી વિજય','લલિતાદુ:ખદર્શક, નવલરામ પંડયા કૃત 'ભટ્ટનું ભોપાળું', સુખેશ્વર બાપુજી કૃત 'મિથ્યાજ્ઞાન ખંડન નાટક', નર્મદ કૃત 'કૃષ્ણાકુમારી' ,'રામજાનકી દર્શન', કેશવલાલ મોતીરામ કૃત 'કજોડાંદુ:ખદર્શક નાટક', વગેરે નાટકો પુસ્તકરુપે પ્રકાશિત થયાં છે. એ અંગેની માહિતી પ્રસ્તુત લેખમાંથી પ્રાપ્ત થાય છે.