આવ્યા...જીવરામ ભટ્ટ આવ્યા.... જીવરામ ભટ્ટ આવ્યા... જીવ(જીવરામ ભટ્ટ આવ્યા... જીવરામ ભટ્ટ આવ્યા.... જીવરામ ભટ્ટ આવ્યા જાતકહાણીની ટાંચણપોથી લઈને)
Keywords: Jivram Bhatt, Dinkar Bhojak, Natak Budreti, Jahangir Khanbhate, Maro Natakiya Anubhav, Chandravadan Mehta, Bandh Gathariya, Safar Gathariya, Rang Gathariya, Devatane Charane, Raghunath Brahmbhatt, Smaran Manjari, Jayshanker 'Sundari', Thodan aansu Thoda ful, Pransukhbhai, Mithyabhiman
આવ્યા...જીવરામ ભટ્ટ આવ્યા.... જીવરામ ભટ્ટ આવ્યા... જીવ(જીવરામ ભટ્ટ આવ્યા... જીવરામ ભટ્ટ આવ્યા.... જીવરામ ભટ્ટ આવ્યા જાતકહાણીની ટાંચણપોથી લઈને)
Articleસંપાદક : દિનકર ભોજક • નાટક બુડ્રેટી • 2004
Abstract
આ લેખમાં દિનકર ભોજકે ગુજરાતના રંગકર્મીઓએ લખેલી કેટલીક આત્મકથાઓ વિશે માહિતી આપી છે. જહાંગીર ખંભાતે 'મારો નાટકીય અનુભવ' આત્મકથનમાં પોતાની નાટ્ય કારકિર્દીના ખાટામીઠાં અનુભવો દર્શાવ્યા છે અને નટમંડળીના માલિક તરીકેના એમના અનુભવોમાં જે તે સમયનું ચિત્ર પણ જોવા મળે છે. તેમજ પારસી રંગભૂમિને સમૃદ્ધ કરવાનાં સૂચનો પણ તેઓએ કર્યા છે. ત્યારબાદ ચંદ્રવદન મહેતાએ 'બાંધ ગઠરિયાં' ,'સફર ગઠરિયાં','રંગ ગઠરિયાં', વગેરે 13 ગ્રંથોમાં નાટ્યાત્મક શૈલીમાં રસળતી સ્મરણકથા ખૂબ મોકળે મને આલેખી છે. આ ઉપરાંત લોકપ્રિય નાટ્યકાર પ્રભુલાલ દ્વિવૈદીનાં સ્મરણો 'રંગ દેવતાને ચરણે' માં પ્રગટ થયાં છે. રઘુનાથ બ્રહ્મભટ્ટની 'સ્મરણ મંજરી' આત્મકથામાં એમના સમયની રંગભૂમિ પર મંડળીના માલિકની જોહુકમીનાં દ્રષ્ટાંતો, સ્મરણો, રંગભૂમિ ને થિએટરનાં વિકાસમાં કેવાં અવરોધક બન્યાં છે. એનું ચિત્ર પણ અહીં સારી રીતે ઉપસાવ્યું છે. જયશંકર 'સુંદરી' ની 'થોડાં આંસુ થોડાં ફુલ' પોતાના સમયના રંગમંચના એક સમોહક અભિનેતાની આત્મકથા છે. છેલ્લે આ કથામાં પ્રાણસુખ ભાઈના બાળપણ, પરિવાર, નાટયજીવનના સંભારણાં પણ આલેખવામાં આવ્યા છે. વિશેષ નોંધ :-પ્રસ્તુત લેખમાં 'મિથ્યાભિમાન' નાટકના કેટલાક દ્રશ્યો મૂકવામાં આવ્યા છે.