ઉત્કૃષ્ટ મંચીયકલા નિદર્શક (Iyrical Drama) (નાટય સમીક્ષા)
Keywords: Natya samiksha, Viru Purohit, Natak Budreti, Hunj Caser ne Hunj Brutus chhun, Bhavai Shaili, vrundgan, Bhavai shaili, Padya, Katav chand, Manhar chand, gadya, Caeser, Anthony, Hasmukh Baradi, Manchiya Kala, Padnondh
ઉત્કૃષ્ટ મંચીયકલા નિદર્શક (Iyrical Drama) (નાટય સમીક્ષા)
Articleવીરુ પુરોહિત • નાટક બુડ્રેટી • 2005
Abstract
આ લેખમાં 'હું જ સીઝર ને હું જ બ્રુટ્સ છું' નાટકનું દ્રશ્ય આલેખન કરવામાં આવ્યું છે. ભવાઈ શૈલીનાં પદ્યનાં નમૂના પણ આ નાટકમાં આપવામાં આવ્યા છે. તેમજ આ નાટકમાં વૃંદગાન વખતે ભવાઈશૈલીનું પદ્ય, કટાવ છંદ, મનહર છંદ, અને થોડું ઘણું ગદ્ય પણ પ્રયોજવામાં આવ્યું છે. તદ્ઉપરાંત પિતા-પુત્રીની ઉકિતઓ પણ મનહર છંદમાં રજૂ કરી છે. તેમજ પિતા-પુજ્ઞીએ ઉચ્ચારેલાં કેટલાંક આદર્શ વાક્યો અને પ્રતિભાવોપણ અહાં રજૂ કરવામાં આવ્યા છે. આ નાટકમાં ત્રણ વાર સીઝરની હત્યા દર્શાવી છે. તેમાં બીજી વારની હત્યામાં પિતા-પુત્રીના પ્રતિભાવો અને ત્રીજી વારની હત્યામાં વૃંદ તથા પિતા-પુત્રીના પ્રતિભાવો વિસ્તૃત ફલક પર આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત એન્થનીના પદ્ય સાથે હસમુખ બારાડીનું પદ્ય સરખાવવામાં આવ્યું છે. છેલ્લે હસમુખ બારાડી કહે છે કે, સમગ્ર નાટકનાં અભ્યાસે એમ કહેવાનું મન થાય છે કે, પ્રસ્તુત નાટક મંચીયકલાના ઉત્કૃષ્ટ નિર્દશનો પુરું પાડનારું Iyrical Drama છે. છેલ્લે પાદનોંધ તથા સંદર્ભો અને નાટ્યલેખક હસમુખ બારાડીનો પ્રતિભાવ આપવામાં આવ્યો છે તેવી નોંધ પણ મળે છે.