ઉપેક્ષિતો પ્રત્યે સંવેદના સંકારતું નાટક
Keywords: Dr. S. D. Desai, Natak- Budreti, Abhijat Joshi, Saumya Joshi, the kingdom of lost songs
ઉપેક્ષિતો પ્રત્યે સંવેદના સંકારતું નાટક
Articleડો. એસ.ડી.દેસાઈ • નાટક બુડ્રેટી • 2004
Abstract
ડો. એસ.ડી.દેસાઈ રચિત આ લેખમાં મૂળ અંગ્રેજી નાટક અભિજાત જોશીનું 'ધ કિંગ્ડમ અવ લોસ્ટ સોંગ્ઝ' નું ગુજરાતી રુપાંતર સૌમ્ય જોશીએ 'આઠમા તારાનું આકાશ' નામે કર્યું છે. અને દિગ્દર્શન પણ તેમણે જ કર્યં છે. નાટકના કેન્દ્રમાં દાદાનું શબ પડયું છે અને તેના પ્રતિનાયક જાણે કે સમાજ છે અને શબવાહિનીની પ્રતિક્ષા કરતું પડયું છે. તે મુખ્ય ઘટના છે. નાટકની કથાવસ્તુમાં જોઈએ તો દાદાએ જેને ઉછેરેલો છે તે શબવાહિની અલગ અલગ નંબર પરથી ફોન કરે છે. તો સામેનો વ્યકિત ઘરનંબર અને રેશનકાર્ડનું સરનામું માંગે છે. કમનસીબ વર્ગ પ્રત્યે સમાજની ઉદાસીનતા અને સંવેદનહીન દુનિયામાં સૌમ્ય આગી રીતે ડોકિયું કરે છે. નાટયાનુંબંધ સુરેખ અને સુઘડ છે. એમાં ઘટના તત્વ, કલ્પનાતત્વ અને વાસ્તવિકતા છે. ચોટદાર સંવાદ, નાજુકતા અને કઠોરતા પણ છે. સમાજલક્ષી છતાં કલાસંયમથી વિરલ નાટ્યાનુંભૂંતિ પેદા કરતું નાટક છે. તેના મૂળમાં સમાજની આર્થિક વિસંવાદિતા અને સાધનસંપન્ન વર્ગની સાધનહીનોની ઉપેક્ષા પણ જોવા મળે છે. નાટકના પાત્રમાં અલગ અને સોનું નામના બે છેકરા, દાદાનું પાત્ર, એમ્બ્યુલન્સ લેડી જિજ્ઞા, જયોતિષ પરેશનું પાત્ર વગેરે ઉઠાવ પામ્યા છે. આ બધા પાત્રોમાં દાદાનું પાત્ર ગૌરવનું પ્રતીક બની રહે છે. દાદા મસ્તીથી જીવે છે. એમણું વ્યક્તિત્વ સાદું સરળ હોય છે. નાટકમાં અમુક મર્યાદા પણ જોવા મળે છે. જેવી કે શબવાહિની મંગાવવાની વાત થોડી લંબાતી લાગે છે તે સિવાય બઘા દ્રશ્યો બંધાયેલાં લાગે છે. બધા પાત્રો દ્રશ્યો બંધાયેલાં લાગે છે. બધા પાત્રો લોહી માંસનાં નહી પણ પ્રતીકરુપે પ્રયોજાયા હોય એવા લાગે છે. વગેરે.... આમ,' આઠમા તારાનું આકાશ' એ સૌમ્ય જોશીના બધા નાટકોમાંનું શ્રેષ્ઠ નાટક છે. સૌમ્ય જોશી આપણી રંગભૂમિની જણસ છે. વિશેષ નોંધ :- અહીં 'આઠમા તારાનું આકાશનું' એક દ્રશ્ય પણ મૂકવામાં આવ્યું છે.