કંકુની પાંથી
Keywords: Dr. Kapilaben patel|Natak Budreti|
કંકુની પાંથી
Articleડો.કપિલાબેન પટેલ • નાટક બુડ્રેટી • 2005
Abstract
આ નાટકમાં વૈશાલીના માતા-પિતા અવસાન પામ્યા હોવાથી તે કાકા-કાકીના ઘરે રહીને મોટી થાય છે. તે દરમ્યાન વૈશાલી પર બે માણસોએ બળાત્કાર કર્યો છે. બળાત્કારનો ભોગ બનેલી વૈશાલી મા બનવાની છે એવી જાણ થતા તેના કાકા તેને ઢોર માર મારીને ઘરમાંથી કાઢી મૂકે છે. તેથી વૈશાલી પોતાના પ્રેમી રોનકને જે બગીચામાં રોજ મળતી હોય છે ત્યાં આવીને સૂઈ જાય છે. ત્યાંજ તેની પડોસણ મનોરમાં તેની બહેનપણીઓ નિહારીકા અને પ્રેમલતા સાથે આવે છે. મનોરમાને વૈશાલીની આ હાલત વિશે જાણ હોય છે. થોડીકવારમાં વૈશાલીના કાકી પણ આવે છે. આ ચારેય સ્ત્રીઓને વૈશાલીને બાળક પડાવી નાખવા જણાવે છે. પણ વૈશાલી માનતી નથી તેથી તેના કાકી વૈશાલીને ઢસડીને ઘરે લઈ જવા પ્રયત્ન કરે છે. એટલામાં જ વૈશાલીનો પ્રેમી અમેરિકાથી આવે છે. તે વૈશાલી મા બનવાની છે તેવુ જાણવા છતાં તે વૈશાલીને અપનાવવા તૈયાર થાય છે. અને આ બધી સ્ત્રીઓને કાઢી મૂકે છે. રોનક વૈશાલી પાસેથી કંકુ માંગીને વૈશાલીની પાંથી કંકુથી ભરી દે છે.