‘કૂતરાની પુંછડી વાંકી’ થિએટરના પારસી કિમિયાગરનું નાટક
Keywords: Kutarani punchadi vanki|Parsi Kimiyagar|Hasmukh Baradi|Natak-Budreti|Kutarani punchadi vanki|Baheram|Baheram|Yazdi|Mahernos|farida|Parsi Theatre|
‘કૂતરાની પુંછડી વાંકી’ થિએટરના પારસી કિમિયાગરનું નાટક
Articleહસમુખ બારાડી • નાટક –બુડ્રેટી • 2006
Abstract
આ લેખમાં ‘કૂતરાની પુંછડી વાંકી’ નાટકનો 180 કે 200 મો પ્રયોગ થઈ ગયો. તેની ચર્ચા કરવામાં આવી છે.તેની કથા વસ્તુ નીચે મુજબ છે. બહેરામ રંગીલો માણસ હોય છે. એને સ્ત્રી મિત્રો ગમતા હોય છે. પત્નિથી છુપાવવા અનેકવાર તે ખોટું બોલતો હોય છે. અને તેમાં મિત્રોને પણ સંડોવતો હોય છે. પરિણામે, પરિસ્થિતિ વિપરિત થતાં પત્નિને મિત્ર પત્નિ તરીકે અને બહેનપણીને પત્નિ તરીકે ઓળખાવે છે. એથી વીમાના દાવા વખતે બે બહેરામ ઉભા થાય છે. નાટયાંતે હકીકતની જાણ થતાં તે કફોડી સ્થિતિમાં મૂકાઈ જાય છે. ત્યાં નાટકનો અંત આવે છે. એનો અર્થ એ થયો કે ગમે તેવી પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિ પસાર થઈ જતા બહેરામ પાછો જેવો છે એવો થઈ જતો હોય છે. તેથી જ આ નાટકનું નામ ‘કૂતરાની પૂંછડી વાંકી’ તે સાર્થક બને છે. આ નાટકમાં મુખ્ય પાઠ યઝદી, મહેરનોસ, ફરીદા ભજવે છે. અને સાથે અન્ય સાથી કલાકારો કામ કરે છે. ‘તમારા પારસી થિએટરની પરંપરા જળવાય એ રીતે સેકન્ડ લાઈન, થર્ડ લાઈન તૈયાર કરવા તરફ પણ ધ્યાન આપજો. એવી ગુજરાતની તમારી પાસે અપેક્ષા છે ? એવું સૂચન કરી લેખક હસમુખ બારાડી તેમને અભિનંદન પાઠવે છે.