કોન્ટ્રેકટ શો ની પધ્ધતિને તીલાંજલિ આપી દઈએ!
Keywords: Contract Show, Hasmukh Baradi, Box Office, Gujarati Rangbhoomi, producer, director, Gujarati theatre
કોન્ટ્રેકટ શો ની પધ્ધતિને તીલાંજલિ આપી દઈએ!
Articleહસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2004
Abstract
પ્રસ્તુત લેખમાં ગુજરાતી રંગભૂમિના નક્કર અને સાંપ્રત પ્રશ્ર વિશે ચર્ચા કરવામાં આવી છે. ગુજરાતી રંગભૂમિમાં મહિલા મંડળો - કલબોને અપાતા પ્રયાગોને લીધે પોતાની પસંદગીથી આવતા પેક્ષકોનો આંકડો ઘટયો છે. આ મુદ્દા વિશે તાજેતરમાં ને મુંબઈમાં વિવાદ પણ થયો હતો. નાટક સામયિકનાં બીજા અને ત્રીજા અંકમાં આ વિશે અનેક લેખો આપવામાં આવ્યા છે. કોન્ટ્રેકટ શોની પધ્ધતિ અંગે મુંબઈ અને ગુજરાતમાં કેટલાંય નાટયકર્મીઓ, નટો, દિગ્દર્શકોને સંપાદકે પત્રો લખીને સાવધ કર્યા હતા. તેમાં નીચે મુજબના પ્રશ્રો આવરી લેવાયા હતા. (1) કોન્ટ્રેકટ શોની વિવિધ પધ્ધતિઓ, એનો અનુભવ, કલબો- મંડળો કેવો આગ્રહ રાખે છે ? (2) એના ફાયદા / ગેરફાયદા (3) બોકસ ઓફિસે નાટકો ન જ ચાલે ? એનાથી નટ દિગ્દર્શક - લેખક અને એકંદરે મંડળી માટેનો આદર ન વધે ? (4) ગુજરાતી રંગભૂમિ પેક્ષકોની પસંદગીથી લોકપ્રિય બને, મંડળોના આગ્રહોથી મુકત બને તે આપને ગમે ? (5) આ પધ્ધતિ દૂર કરવાના આપને સૂઝતા ઉપાયો દા.ત. નિર્માતા તથા દિગ્દર્શકોનો સામૂહિક નિર્ણય, પ્રયત્ન, નાટકોની ગુણવત્તા, રંગભૂમિ " ગુજરાતી" કેવી રીતે બને ? વગેરે....