કલાકારનો પરિચય
Keywords: Natak-Budreti|College of Indian Music|Dance of Drama|Vadodara Na M.S. University|Natya Vibhag|Punjab University|Punjab University|Patiyala|Speech and Drama Dipartment|Gujarat University|Gujarat College|Natya Vibhag|Natya Shibiro|Ravindranath Tagor|Lal Karen|Gruh Pravesh|Nandini|Chandan Mehta|Karoliyanu Jalu|Hasmukh Baradi|Rai No Darpanray|Shakar|Nal Natako|Balgito|Gaurav Puraskar|Kokilaben
કલાકારનો પરિચય
Articleસંપાદક • નાટક –બુડ્રેટી • 2006
Abstract
પ્રસ્તુત લેખમાં સંપાદકે જનક દવેનો ‘નાટય ક્ષેત્રે કરેલા પ્રદાનનો પરિચય આપ્યો છે. જનક દવેએ છવ્વીસ વર્ષની વયે ‘કોલેજ ઓફ ઈન્ડિયન મ્યુઝિક, ડાન્ય ઓફ ડ્રામા’, વડોદરાના મ.સ.યુનિવર્સિટીના નાટય વિભાગમાંથી અનુસ્નાતકની પદવી મેળવી. અનેક નાટકો કર્યા. રાજકોટની સૌરાષ્ટ્ર સંગીત અકાદમીના નાટય વિભાગમાં અધ્યક્ષ તરીકે સેવા આપી. ત્યારબાદ પંજાબ યુનિર્વસિટી, પતિયાલાના સ્પીચ એન્ડ ડ્રામા ડિપાર્ટમેન્ટમાં સેવા આપી, ત્યારબાદ ગુજરાત યુનિર્વસિટીની ગુજરાત કોલેજમાં નાટય વિભાગના અધ્યક્ષ તરીકે રહ્યા. ને અનેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. 1975થી અનેક નાટયશિબિરોનું સંચાલન કરી પાયાનું શિક્ષણ કાર્ય કર્યં. તેમણે રવીન્દ્રનાથ ડાગોરનું ‘લાલ કરેણ’, ‘ગૃહપ્રવેશ’, ‘નંદીની’, ચંદન મહેતાનું ‘કરોળિયાનું જાળું’, હસમુખ બારાડીનો ‘ રાઈનો દર્પણરાય’ તથા ‘શકાર’ જેવાં નાટકો ભજવ્યાં છે. ને અનેક બાળનાટકો, બાળગીતો અને અનેક વિષયો પર વ્યાખ્યાન આપ્યાં છે. 1993માં ગુજરાત સરકાર તરફથી તેમને ગૌરવ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. 1930માં જન્મેલા જનક દવે 76 વર્ષની વયે પણ સ્ફૂર્તિથી કામ કરી રહ્યા છે. આ તેમના ચિત્રકાર પત્નિ કોકિલાબેનનાં જીવન સથવારાનું પરિણામ છે. એમ કહી, અંતમાં નાટક પરિવાર તરફથી તેમને શુભેચ્છા પાઠવવામાં આવી છે.