ગુજરાતી રંગભૂમિનાં નાટકોના ગીતો: સાંગીતિક અભ્યાસ
Keywords: Natak Na gito|Sangitik Abhyas|Hasu yagnik|Natak - Budreti|Hasu Yagnik|'Sundari'|Gito ni Sarigam|Sangit Kirtan Paddhati|Champakbhai|
ગુજરાતી રંગભૂમિનાં નાટકોના ગીતો: સાંગીતિક અભ્યાસ
Articleહસુ યાજ્ઞિક • નાટક – બુડ્રેટી • 2007
Abstract
સંશોધનનાં આ વિભાગમાં હસુ યાજ્ઞિકે નાટકના પ્રારંભથી માંડીને નાટકમાં સંગીતના સમન્વય સુધીની ચર્ચા કરી છે. નાટક કંપનીને પ્રતિષ્ઠિત બનાવવા માટે ઉત્તમ સંગીતકારો અને નાટકો મેળવવાની સ્પર્ધા થતાં નાટયક્ષેત્રનાં સંગીતકારોને નામ અને દામ બંને મળવા લાગ્યાં હતાં. તેમ છતાં નાટકમાં સંગીત કમાવવાના સાધન તરીકે નહિ પણ તપ તરીકે સ્વીકારવામાં આવે છે. નાટક કંપની જે તે સંગીતકારને ઉસ્તાદો પાસે ટ્રેનિંગ અપાવવાની વ્યવસ્થા પણ કરી આપતા હતા. રંગભૂમિના આરંભથી જ સંગીતનું વ્યાવસાયિકરણ થયું હતું. હસુ યાજ્ઞિક રંગભૂમિના સંગીતનું દસ્તાવેજીકરણ અને અભ્યાસ કરવા માટે નીચેની બાબતોને મહત્વની માને છે. 1.રંગભૂમિની રેકોર્ડ મેળવવી. 2.જે ગીતો નોટેશન સાથે મળે તેનું તાલબધ્ધ ધ્વનિ મુદ્રણ કરાવવું. 3. જો કોઈ ગીતનો ઢાળ જાણવું હોય તો નોટેશન કરાવી રેકોર્ડ કરવું. નાટકનાં ગીતના કેટલાંક પુસ્તકો મળે છે. જેમાં ‘સુંદરી’ સંપાદિત ‘ગુજરાતનાં નાટકો’ (ગીતોની સારીગમ) તથા ‘સંગીત કિર્તન પધ્ધતિ’ શ્રી ચંપકભાઈ પાસેથી મળે છે. આ ગીતોને કોઈ સારા કલાકાર દ્વારા ગવડાવી રેકોર્ડ કરી લેવા જોઈએ. જેવી સલાહ પણ લેખકે આપી છે.