ગુજરાતી રંગભૂમિનાં 100,125,150 વર્ષો
Keywords: Natak - Budreti|Gujarati Natya Shatabdi Mahotsav|'Smarak Granth'|Mrinalini Sarabhai|Pratan Oza|
ગુજરાતી રંગભૂમિનાં 100,125,150 વર્ષો
Articleસંપાદક • નાટક – બુડ્રેટી • 2007
Abstract
પ્રસ્તુત લેખમાં સંપાદકે ‘નાટક –બુડ્રેટી’ ત્રિમાસિકે 10 વર્ષની મજલ કાપી તેનો આનંદ વ્યકત કર્યો છે. રંગભૂમિનાં 150 વર્ષ પૂરાં થતાં ‘નાટક-બુડ્રેટી’ એ એક વિશેષાંક હિંદી અને અંગ્રેજીમાં બહાર પાડતા તેને સારો પ્રતિભાવ સાંપડયો હતો. સાથોસાથ ‘ગુજરાતી નાટયશતાબ્દી મહોત્સવ’ સમયે 1979માં ‘સ્મારક ગ્રંથ’ તૈયાર કરવામાં આવ્યા હતો એની યાદ તાજી કરી છે. એ સમયે જુદાં જુદાં શહેરો મુંબઈ, સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ વગેરે સ્થળોએ નાટય શતાબ્દીવર્ષ નિમિત્તે જે પ્રવૃત્તિઓ થઈ હતી તેની અહીં માહિતી આપવામાં આવી છે. રંગભૂમિને 150 વર્ષ પૂરા થતાં સંપાદકે કેટલાંક પ્રશ્નો કર્યા છે: એવું શું બન્યું 150 વર્ષમાં જેની આપણે નોંધ લીધી નથી ? શું રંગભૂમિ દિનની ઉજવણી પણ સરકારે જ કરવાની ? નાટય ભૂમિને 150 વર્ષ પૂરા થયાં તેની જાણ જનતાને કરવાનું નાટય અગ્રણીઓને (મૃણાલીની સારાભાઈ, પ્રતાપ ઓઝા વગેરે) કેમ પૂછવામાં ન આવ્યું ?