‘ઘુમાથી’ ડોગરી ભાષાની પ્રેમકથા
Keywords: Ghumathi Dogari Bhasha Ni Prem Katha|Mavji K. Savla|Mavjibhai|Nehru Center Auditorium|Natya Mahotsav|Shri Chiniyara|Kashmir Ni Dogri Bhasha|Ghumathi|Maran Pok|Hast Melap|Lagna gito|Fatana|Kanya Viday
‘ઘુમાથી’ ડોગરી ભાષાની પ્રેમકથા
Articleમાવજી કે. સાવલા • નાટક –બુડ્રેટી • 2006
Abstract
પ્રસ્તુત લેખમાં શ્રી માવજીભાઈએ ગયા ઓગષ્ટ – સપ્ટેમ્બર -2005માં મુંબઈના નેહરુ સેન્ટર ઓડિટોરિયમમાં ‘નાટ્ય મહોત્સવ’ યોજાયો હતો. તે અંગેની માહિતી આપી છે, જેમાં ભારતની 19 ભાષામાં નાટકો રજૂ થયાં હતાં. આ નાટકો લેખકમા મિત્ર શ્રી ચિનિયારાએ નિહાળ્યાં. અને તેનાં સંસ્મરણો લેખક સમક્ષ વાગોતા કાશ્મીરની ડોગરી ભાષામાં પ્રસ્તુત ‘ઘૂમાથી’ નાટકની વાત કરી તેની કથા વસ્તુ અહીં આપવામાં આવી છે. ‘ઘૂમાથી’ નો અર્થ છે ‘મરણ પોક’. કથાના પ્રારંભમાં બ્રાહ્મણ કન્યા પધરાવવાનો આદેશ આપે છે. હસ્તમેળાપ, લગ્ન ગીતો, ફટાણાં ગવાય છે. અને અંતે કન્યા વિદાયના પ્રસંગે વાતાવરણ કરૂણ બની જાય છે. જેના કારણે પાણીની માટલી લેવાની ભૂલાઈ જાય છે. જંગલો અને ઉખડખાબડ રસ્તો પાર કરતી ડોલી આગળ વધે છે. ત્યાં કન્યાને તરસ લાગે છે. જાનૈયા અને ડોલી ઉંચકનાર આજુબાજુ તપાસ કરે છે આગળ જતા કન્યાને તરસ અસહ્ય લાગતાં આક્રંદ પૂર્વક પાણી માંગે છે. ત્યારે વરરાજા કન્યા પર દયા આવે છે. તેને ડુંગરાઓની વચ્ચેની ઉંડી ખીણ જેવા કાંટાળા ખૂબ ઉંડા ભાગમાં પાણી હોય એવું તેને લાગે છે. પણ ત્યાં જઈ શકાય તેમ નહોતું. છતાં યુવાન ખીણમાં જવા તૈયાર થાય છે. તે કાંટા જાંકરા ખુંદતો પહોંચે છે. ‘પણ પાણી લાવવા કશું સાધન ન હોવાથી તે પોતાનું પહેરણ પાણીમાં પલાળીને કન્યાના મોંમા પાણીની ધાર કરે છે. આથી કન્યાના જીવનમાં જીવ આવે છે. ત્યાં જાનૈયા જવાની તૈયારી કરતા હોય છે. કન્યાની તરસ છીપાવનાર યુવાનને કાંટા જાંકળા વાગ્યા હોવાથી લોહી લુહાણ થઈ મુત્યુ પામે છે. તેની અંત્યેષ્ટી માટે એકાદ-બે-જણ રોકાય છે. પરંતુ કન્યા ડોલીમાંથી બહાર નીકળી પોતાની ચૂડીઓ ભાંગતા પોતાને વિધવા જાહેર કરે છે અને કહે છે કે, ‘મારા પ્રાણ બચાવનાર આ યુવાનને હું મનથી વરી ચૂકી છું ને હું તેની વિધવા છું.’ આ ઉક્તિ સાથે નાટક સમાપ્ત થાય છે.