જાગીને જોઉં તો....
Keywords: Jagine Jou to…|Indu Puwar|Natak-Budreti|
જાગીને જોઉં તો....
Articleઈન્દુ પુવાર • નાટક – બુડ્રેટી • 2007
Abstract
આ લેખમાં ઈન્દુ પુવાર રચિત ‘જાગીને જોઉં તો ....’ નાટકની પ્રત આપવામાં આવી છે. તેની કથાવસ્તુ નીચે પ્રમાણે છે. નાટકની વર્કશોપમાં સાંજની નાટય પ્રાર્થના પછી બધા એક રમત રમે છે. જેનો વિષય છે. ‘કેરેકટર બિલ્ડિંગથી પણ નાટક કરી શકાય’ છે. જેમાં બધા વર્તૃળાકાર બેસે ને તેમનામાંથી એક પાત્ર તેમની વચ્ચે બેસે, વર્તુળાકારે બેઠેલા બધાએ વચ્ચે બેઠેલા પાત્રનાં નામથી લઈ તેના સ્વભાવ, તેની મર્યાદા, વિશેષતા, વગેરે અંગે જે કહેવું હોય તે મુકતપણે કહે ને પાત્ર પોતે પણ પૂર્તિ કરે. આ નાટકના મુખ્ય પાત્રો સંચાલક અને પ્રવકતા છે, તેમની સાથે પ્રવૃત્તિ અને શિબિરાર્થીઓ 1 થી 7 સુધીના પાત્રો છે. આ પાત્રો નાટક દ્વારા સાંપ્રત માનવ જીવનની જે સમસ્યાઓ છે તેનું વર્ણન કરે છે. ત્યારબાદ બધા વર્તુળાકારે બેસે છે ત્યારે વચ્ચે ‘પ્રવૃત્તિ’ નામની યુવતી બેસે છે. તેનાં પાત્રનું નામ ‘સૃષ્ટિ’ આપવામાં આવે છે. તે 24 વર્ષની M.B.A ભણેલી છોકરી છે. તેને સેનાં મા-બાપે જન્મતાની સાથે તરછોડી દીધી હોય છે. ડો. બહેને તેને ઉછેરી. તેમ છતાં તે મા-બાપે તેની સાથે આવો દુર્વ્યવહાર કર્યો. એ વાતનું એને ભારે દુ: ખ હોય છે. તેથી એ પોતાને અનાથ તરીકે ઓળખાવે છે. તો બીજું પાત્ર શિબિરાર્થી –7 નું અસલ નામ સોનુ છે. નાટકમાં તે ‘સોનું’ સોમુનું પાત્ર ભજવે છે. સૃષ્ટિની વાત સાથે સહમત થાય છે. કારણકે એ પોતે નિ: સંતાન હોય છે. એ વાચનું એને અત્યંત દુ:ખ હોય છે. તેથી તે પોતાની જાતને નિરાધાર જ સમજતો હોય છે. ત્રીજા પાત્ર તરીકે પ્રવકતા આવે છે તે તેનું નામ ‘સંપત’ રાખવામાં આવે છે. અહીં ‘સંપત’ બધી વાતે સુખી હોય છે. તેની પાસે ઘર, સંતાન, પત્નિ, પૈસા બધું જ છે. આમ છતાં તે દુ:ખી હોય છે. કારણકે ઘરમાંથી વ્યકિતને પોતાની પત્નિ તરફથી જે પ્રેમ મળવો જોઈએ, હૂંફ મળવી જોઈએ એનાથી આ સેપત વંચિત હોય છે.