ડોશીની વહુ
Keywords: Doshi ni Vahu, Parul Pandya, Natak Budreti, Ushnas, Matrutva, Dada ni pari, Pantuji, Chakli nu Bachchu, review of plays by Ushnas
ડોશીની વહુ
Articleપારુલ પંડયા • નાટક બુડ્રેટી • 2004
Abstract
પારુલ પંડયાએ ઉશનસ્ રચિત એકાંકીસંગ્રહ 'ડોશીની વહુ' માં પાંચ એકાંકીની છણાવટ કરી છે. આ પાંચે એકાંકી આપણને જીવનની સંકુલતાની સમજણ સાથે સંવેદનશીલતાનો પરિચય કરાવે છે. સામાજિક વાસ્તવનો સ્પર્શ કરાવતા એકાંકીઓ જેવાં કે 'ડોશીની વહુ', 'માતૃત્વ' વગેરેમાં શ્રમજીવી સ્ત્રીઓના મનની સંકુલતા વ્યકત કરવામાં આવી છે. 'માતૃત્વ' એકાંકીમાં આપણને માતૃત્વની ઝંખનાના દર્શન થાય છે. 'દાદાની પરી' એકાંકીમાં વાત્સલ્ય અને અંધશ્રધ્દ્વા જોડાયેલાં છે. 'પંતુજી' જેવા એકાંકીમાં ભ્રષ્ટાચાર દ્વારા સમાજની પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો છે. 'ચકલીનું બચ્ચું ', એકાંકીમાં કરુણા અને વાત્સલ્યના દર્શન થાય છે.