થિએટરના પ્રાકટયનું પરાક્રમ!
અત્રે અહીં ૨૭ માર્ચ, ૨૦૦૬ 'વિશ્વ રંગભૂમિ દિને મેકસિકોના સ્પેનિશ વિકટર હ્યુગો રાસકોન બાંડાએ જગતના રંગકર્મીઓને પાઠવેલો સંદેશ રજૂ કરવામાં …
થિએટરના પ્રાકટયનું પરાક્રમ!
Articleવિકટર હ્યુગો રાસકોન • નાટક બુડ્રેટી • 2006
Abstract
અત્રે અહીં ૨૭ માર્ચ, ૨૦૦૬ 'વિશ્વ રંગભૂમિ દિને મેકસિકોના સ્પેનિશ વિકટર હ્યુગો રાસકોન બાંડાએ જગતના રંગકર્મીઓને પાઠવેલો સંદેશ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં તેમણે થિએટર સામે ઊભા થયેલા સમૂહ માધ્યમોના જોખમોની વાર કરી છે. આજે થિયેટર આતશબાજી કે અંગ કસરતના આટાપાટા કરવાનું સ્થળ બની ગયું છે, પરંતુ હવે તેમાં ફરીથી પ્રેક્ષકો સમક્ષ અભિનેતાનો પુનઃ પ્રવેશ થતાં રંગભૂમિ પર માનવવાણી સંભળાવવા માંડી છે. તેમના માટે 'થિએટર ગતિશીલ હોય, એ પ્રકાશથી ઝળહળી ઊઠે. અશાંત અને ઉદ્વિગ્ન બનાવી શકે. જોમ-જુસ્સો પ્રગટાવી શકે, માનવ રહસ્યો ખોલી આપે, અને જડ પરંપરાઓ તોડી ફોડી નાંખે ! સમાજ સાથે સંવાદ માંડે, જીવનની શૂન્યતાઓ, પડછાયાઓને સામે મોએ પડકાર ફેંકીને શબ્દ, ગતિ, પ્રકાશ અને જીવનતત્વને ઉપર લઈ જવા મથે, એ થિયેટર છે. થિયેટરમાં જે તે યુગના સમાજની વાચા ઉદઘોષિત થતી હોવી જોઈએ. આપણે ત્યાં બાળકોને બાળપણથી જ કલાનું શિક્ષણ અપાતું નથી તે તથા ગરીબી, પ્રોત્સાહન આશ્રય આપે તેવી સરકારોનો અભાવ વગેરેને લેખકે થિએટરનાં દુશ્મન ગણાવ્યા છે. માનવ કેવી કેવી યાતના ભોગવે છે તે સમજવા-સમજાવવા તેઓ થિએટરને જરૂરી લેખે છે. પ્રસ્તુત લેખમાં માનવ જીવનના વિકાસમાં થિએટરનું મહત્વ કેવું શું છે ? એ અંગેની વાત સંક્ષેપમાં કરવામાં આવી છે. સાથોસાથ થિએટરનું પ્રાકટ્ય અને તેની કામગીરીનો પણ અહીં ખ્યાલ આપવામાં આવ્યો છે.