નટમાં નિષ્ઠા અને પ્રતિબધ્ધતા જોઈએ ! (75મી વર્ષગાંઠે)

Keywords: chandrakant thakkar|garage studio|Kailash Pandya|Smt. Prabhaben Pathak|Mogarano Sap|Kofino Ek kap|Manas name Karagar|Lila Lher|kutarani punchhadi Vanki|Kanti Madiya|Ame Baraf Na Pankhi|Punarmilan|

નટમાં નિષ્ઠા અને પ્રતિબધ્ધતા જોઈએ ! (75મી વર્ષગાંઠે)

Article

સંપાદક • નાટક બુડ્રેટી • 2006

TMC: ૧ (સળંગ અંક - ૩૪)

Abstract

નટમાં નિષ્ઠા અને પ્રતિબધ્ધતા જોઈએ!' આ લેખમાં ગુજરાતી રંગભૂમિના જાણીતા નટ શ્રી ચંદ્રકાન્ત ઠક્કરે 1 લી ડિસેમ્બર, 2005માં જીવનસફરનાં 75 વર્ષ પૂરા કર્યા, એ સાંજે થિએટર મીડિયા સેન્ટરના અભિનયના તાલીમાર્થીઓ સાથે નવરંગપુરાના ગેરેજ સ્ટુડિયો થિયેટરમાં શ્રી કૈલાસ પંડયા અને શ્રીમતી પ્રભાબેન પાઠક સાથે પોતાના સંસ્મરણો વાગોળ્યા છે. જેમાં તેમણે નાટક જોવાથી માંડીને પોતે નાટક - એકાંકી લખતા થયાં ત્યાં સુધીની વાત કરી છે. નાટકના તાલીમાર્થીઓને તે કહે છે કે 'દરેક કલાકારે પોતાની જાતને બે ત્રણ સવાલ પૂછવા જોઈએ : નાટક કેમ કરવા માંગે છે મિત્ર વર્ગમાં વટ પાડવા ? બીજી કોઈ પ્રવૃતિ નથી માટે ? કે વધારાની આવક મેળવવા માટે ? તેઓ કહે છે કે કારકિર્દી બનાવવા માંગતા હોય એવા લોકોને તાલીમ લેવી જરૂરી છે. કેમકે તેનાથી કલાકાર વિશ્વ રંગભૂમિ, ભરતનાં બીજા પ્રાંતો અને એ પ્રાંતોની ભાષાના નાટકોની માહિતી મળે છે. તથા સુષુપ્ત શક્તિ ખીલે છે. નાટક એ નદીનો પ્રવાહ છે. એમ કહી નાટકની સતત બદલાતી રહેતી થિયરીની માહિતી આપી છે. તો નવા નાટ્ય લેખકોને સખત શબ્દોમાં વખોડી કાઢતા તેઓ કહે છે કે, 'જે લોકો નાટકની ભૂગોળ જાણતાં નથી, જેમણે રંગમંચ જોયો નથી. તે નાટક લખે ત્યારે શું થાય ? અહીં એમણે ભજવેલા અનેક નાટકો ઉદા. સાથે આપ્યાં છે, જેમાં 'મોગરનો સાપ', 'કોફીનો એક કપ', 'માણસ નામે કારાગાર', 'લીલા લહેર, 'કોતરાની પૂછડી', અને કાંતિ મડિયા સાથે ' 'અમે બરફનાં પાંખી', 'પુનરમિલન' વગેરેમાં પોતાને સુંદર ભૂમિકા કરવાની મળી તે બદલ આનંદ વ્યક્ત કર્યો છે. નવોદિતોને સોનેરી સલાહ આપતા તેઓ કહે છે કે જ્યારે કોઈ કલાકારને જોવા કે મળવાનું થાય ત્યારે તેમની પાસેથી કશુક શીખો. તથા ટી..વી. સિરિયલોને રવાડે ના છડો. ત્યાં તમારો અહમ ઘવાશે. ટૂંકમાં, જૂની રંગભૂમિની ને નવી રંગભૂમિની ચર્ચા કરતાં કહયું કે, તમે નસીબદાર છો કે તમને અભ્યાસની સાથે સાધનો ને શિક્ષકો મળે છે. અંતમાં કહયું કે, 'પ્રતિબદ્ધતા' નિષ્ઠા કે આત્મવિશ્વાસ ક્યારેય ગુમાવશો નહિઁ.'

Details

Keywords

chandrakant thakkar|garage studio|Kailash Pandya|Smt. Prabhaben Pathak|Mogarano Sap|Kofino Ek kap|Manas name Karagar|Lila Lher|kutarani punchhadi Vanki|Kanti Madiya|Ame Baraf Na Pankhi|Punarmilan|

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details