નાટય શિક્ષણની નવતર કેડીઓ કડારનાર (શિષ્ય ગુરુ વિશે)
Keywords: Natya Shikshan, Mahesh Champaklal, Natak Budreti, Mahesh Champaklal, Pra. Markand Bhatt, Natyapravrutti, Shetal Ne Kanthe, Rajkot, Saurashtra Sangit Natak Academy, Natya Vibhag, Pradhyapak, College of Indian Music, Dance and Drametics, Production lecturar, Natya Parishado, Natya Mahotsavo, Parajit Natak, Purush, Raktbij, Chadechok, Hayvadan, Vanshvruksh, Natako Spardha, Pro. Markand Bhatt, Natya Shishan
નાટય શિક્ષણની નવતર કેડીઓ કડારનાર (શિષ્ય ગુરુ વિશે)
Articleમહેશ ચંપકલાલ • નાટક બુડ્રેટી • 2005
Abstract
આ લેખમાં મહેશ ચંપકલાલે પ્રા. માર્કંન્ડ ભટ્ટની નાટ્યપ્રવૃતિ અને કારકિર્દી અંગે વાત કરી છે. તેમજ માર્કંન્ડ ભટ્ટ રચિત 'શીતલને કાંઠે' નાટક વિશે પણ સંક્ષેપમાં માહિતી આપવામાં આવી છે. રાજકોટ ખાતે નવી જ સ્થપાયેલી 'સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમી'માં નાટયવિભાગના તેઓ પ્રધ્યાપક અને અધ્યક્ષ તરીકે જોડાયા હતા. તેમજ 1958ના ઓગષ્ટની 2 જી તારીખે વડોદરાની કોલેજ ઓફ ઇન્ડિયન મ્યુઝીક, ડાન્સ એન્ડ ડ્રામેટિકસના નાટય વિભાગમાં 'પ્રોડકશન લેકચરર' તરીકે જોડાયા હતા. 11 વર્ષ પછી 1969ના માર્ચની 19મી તારીખે નાટયવિભાગના અધ્યક્ષ બન્યા હતા આ ઉપરાંત તેમના નાટક 'શીતલને કાંઠે' ને પાંચ પારિતોષિકો મળ્યાં હતાં. તેના વિશેની પણ અહીં માહિતૂ આપવામાં આવી છે. આ ઉપરાંત નાટય વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા થયેલા નાટકોને વિભિન્ન નાટ્યસ્પર્ધાઓમાં, નાટય પરિષદોમાં તથા નાટ્ય મહોત્સવોમાં રજૂ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ 'પરાજિત નાટક', 'પુરુષ', 'રકતબીજ', 'છડેચોક', 'હયવદન', 'વંશવૃક્ષ' વગેરે નાટકો સ્પર્ધાઓમાં, મહોત્સવોમાં રજૂ થયાં અને ખ્યાતિ પામ્યાં હતાં તે વિશેની માહિતી પણ અહીં રજૂ કરવામાં આવી છે. આમ, સતત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેનાર, નાટકોની ભજવમી દ્વારા નવી ક્ષિતિજો ઉઘાડનાર પ્રો. માર્કન્ડ ભટ્ટ નાટય શિક્ષણની નૂતન કેડીઓ કંડારી હતી. જેવી માહિતી પણ અહીં ઉપલબ્ધ થાય છે.