‘પ્રકાશ’ ના જાદુગર : તાપસ સેન’
Keywords: Prakash Na Jadugar : Tapas Sen|Natak-Budreti|Tapas Sen|Prakash Ayojan|Sthapatyo|Prakash|Sangit|IPTA (Indian Peopals Theatre Association)|Bahurupi|Ravindranath Tagor|Raktkabir|The Royal of The Sun
‘પ્રકાશ’ ના જાદુગર : તાપસ સેન’
Articleસંપાદકીય • નાટક –બુડ્રેટી • 2006
Abstract
આ લેખમાં ‘નાટક – બુડ્રેટી’ દ્વારા સ્વ. તાપસ સેનને શ્રધ્ધાંજલી અર્પવામાં આવી છે. તેઓ રંગભૂમિમાં પ્રકાશ આયોજનના પ્રયોગશીલ, નિષ્ણાત જાદુગર જેવાં હતા. 1924 થી 28 જૂન 2006 સુધીનાં એમનાં જીવનના છ દાયકા તેમણે રંગમંચને અજવાળવામાં ગાળ્યાં હતા. તેમણે પ્રકાશ આયોજનથી નાટય નિર્માણો,સ્થાપત્યો, પ્રકાશ, સંગીત દ્વારા કહેવાતી કથાઓ રજૂ કરી હતા. તેમણે ઈપ્ટા (ઈન્ડિયન પિપલ્સ થિએટર ઓસોસિએશન), ‘બહુરૂપી’ વગેરે સંસ્થાઓ સાથે મળીને રવિન્દ્રનાથ ટાગોરનું ‘રકતકબીર’, ‘ધ રોયલ ઓફ ધ સન’ વગેરે અનેક નાટકોમાં પ્રકાશ આયોજન કર્યું હતું. તેઓ પ્રકાશ દ્વારા નાટકનો સમગ્ર અર્થ પ્રગટ કરતાં હતાં. એવા પ્રકાશના બાદશાહ તાપસ સેનનું અવસાન 28 જૂન 2006 માં થયું. વિશેષ નોંધ :-આ લેખમાં તેમજ અંક -3નાં મુખ પૃષ્ઠ ઉપર સ્વ. તાપસ સેનનો ફોટોગ્રાફ આપવામાં આવ્યો છે.