પ્રવૃતિ અને સમાચાર (વિશ્વરંગભૂમિ દિન -2004)
Keywords: Hasmukh Baradi, Natak Budreti, Darpan Academy, Faras Ekanki, Ramatgamat ane Yuva Sanskrutik Vibhag, Vishvarangbhoomi Din, Morbi, SarvaL Bhavai Mandal, Rajmot, Inter National Festival, Kirtan Kendra, Smt. Kirandevi safaf trust, Satish Vyas, Natya Rang, C. C. Mehta, Unesco, International Theatre Institute, Vishvarangbhoomi Din, Late Jivram Joshi, Late Dr. Chinubhai Nayak, Late Natubhai Umatiya, Late Khodidas Parmar, Late Rajendra Joshi
પ્રવૃતિ અને સમાચાર (વિશ્વરંગભૂમિ દિન -2004)
Articleહસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2004
Abstract
આ લેખમાં વિશ્વરંગભૂમિ દિનની ઉજવણી અને તે સમયે પ્રસ્તુત થયેલાં નાટકો અંગેની માહિતી આપવામાં આવી છે. દર્પણ અકાદમીએ ફારસ એકાંકીઓ રજૂ કર્યા હતા. તેમજ આ દિવસે પુરસ્કૃત લેખકોને પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. તે અંગેની માહિતી પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદમાં રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ તરફથી વિશ્વરંગભૂમિ દિનની ઉજવણી માટે અઠવાડિયાનો નાટ્યોત્સવ યોજવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. મોરબીના સરવળ ભવાઈ મંડળને 100 વર્ષ પૂરાં થતાં નાટયકલાનાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત મુંબઈમાં તાજેતર જૂહુ ખાતે આવેલ કીર્તન કેન્દ્રમાં શ્રીમતિ કિરણદેવી સરાફ ટ્રસ્ટના ઉપક્રમે સતીશ વ્યાસ લિખિત નાટ્યલેખોના સંગ્રહ 'નાટ્ય રંગ' નું વિમોચન થયું હતું. સાહિત્યકાર અને નાટયવિદ ચં.ચી.મહેતાએ છ દાયકાપૂર્વ યૂનેસ્કોની ઈન્ટરનેશનલ થિએટર ઈન્સ્ટીટયુટ સભ્યના નાતે વિશ્વરંગભૂમિ દિન ઉજવવાનું સૂચન કર્યું હતું. એ અંગેની પણ નોંધ લેવામાં આવી છે. સ્વ. જીવરામ જોશી, સ્વ. ડો. ચીનુભાઈ નાયક, સ્વ. નટુભાઈ ઉમતિયા, સ્વ. ખોડીદાસ પરમાર અને સ્વ. રાજેન્દ્ર જોશી વિશે પણ સામાન્ય માહિતી આ લેખમાં રજૂ કરી છે.