પ્રવૃતિ અને સમાચાર
Keywords: Kailash Pandya, American College Theatre Festival, Kalidas, Shakuntalam, Gandhiji, Mahadev Desai, Jaimin Pathak, Gujarat Vishvakosh Trust, Vishvakosh, Gujarat Samachar Trust, Darpan Natya Samachar, Hasmukh Baradi
પ્રવૃતિ અને સમાચાર
Articleહસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2004
Abstract
આ લેખમાં કૈલાસભાઈ પંડયાએ 'અમેરિકન કોલેજ થિએટર ફેસ્ટીવલ'માં 'પોમોના નાટ્ય નૃત્ય' કોલેજમાં કાલિદાસના 'શાકુંતલમ્' નાટકનું રુપાંતર ત્યાંના તાલીમાર્થીઓ પાસે ત્રણ મહિનાની તાલીમમાં તૈયાર કરી પ્રસ્તુત કર્યું હતું તે વિશેની માહિતી રજૂ કરી છે. તેમજ ગાંધીજીના અંતેવાસી મહાદેવ દેસાઈનું જીવનકથાત્મક એકપાત્રીય નાટ્ય જાણીતા નટ જૈમિન પાઠકે ગુજરાતમાં પ્રસ્તુત કર્યું હતું તે અંગેની પણ વિસ્તૃત માહિતી આ લેખમાં રજૂ કરવામાં આવી છે. તદ્ઉપરાંત ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત વિશ્વકોશના 18મા ખંડના તથા 'ગુજરાતી રંગભૂમિ રિદ્ધિ અને રોનક' ગ્રંથનો વિમોચન - સમારોહ 31મી જાન્યુઆરી 2004ના આરંભે આઈ.એન.ટી. અને ગુજરાત સમાચાર ટ્રસ્ટ દ્વારા 16મી નાટ્યસ્પર્ધા યોજવામાં આવી હતી ને તે સમયે રજૂ થયેલાં નાટકો વિશે પણ વાત કરવામાં આવી છે. આ ઉપરાંત વલસાડ, હિંમતનગર, માંડવી, ઉદેપુર, રાજકોટ, જામનગર,દર્પણ નાટય સમાચાર વગેરે સ્થળે પ્રસ્તુત થયેલાં નાટકો અંગે, નાટ્ય સ્પર્ધાઓ અંગે અને નાટ્ય સંસ્થાઓ વિશે માહિતી આપવામાં આવી છે. વિશેષ નોંધ :- અહીં 'શાકુંતલ' નાટકનું એક દ્રશ્ય મૂકવામાં આવ્યું છે.