પ્રવૃતિ અને સમાચાર
Keywords: Hasmukh Baradi|Natak Budreti|Harish Kakwani|Vision Sindhu Children Academy|Ruce Natyakar Eleksei Aarbujhov|Starmondiya Comediya|Manomel te Maitri|The Space Theatre|Croocian|An acror Daps, But|Satyadev Dubey|Sonali Kulkarni|Visual Art ane Ramkrishna High School|Abhinay Talim Shibir|C. C. Mehta Auditorium|Markand Bhatt|Amrut Mahotsav|Gujarat College Natya Vibhag|Samvedan Sanskrutik Sanstha|Sanjay Ganguli|Theatre of the Opresd:Relevance in Resisting Fasism|
પ્રવૃતિ અને સમાચાર
Articleહસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2005
Abstract
પ્રસ્તુત અંકના આ લેખમાં સંપાદકશ્રીએ ગુજરાતના વિવિધ શહેરોમાં નાટક અને રંગભૂમિક્ષેત્રે થતી પ્રવૃત્તિઓની નોંધ લીધી છે. સર્વ પ્રથમ હરિશ કકવાણીએ ‘વિઝન સિંધુ ચિલ્ડ્રન અકાદમી ‘ ની વીત કરી છે. હવે પ્રવૃત્તિઓની વાત કરીએ તો મુંબઈમાં રૂસી નાટ્યકાર એલેકસેઈ આર્બુઝોવના ‘સ્ટારમોન્ડીયા કોમેડીયા’ નો ગુજરાતી અનુવાદ ‘મનોમેળ તે મૈત્રી’ રૂપે થયો હતો. ધ સ્પેસ થિએટરના ઉપક્રમે મૂળ ક્રોઓશિયન અંગ્રેજી રૂપાંતર ‘એન એકટર ડાપ્સ, બટ....’ની રજૂઆતમાં સત્યદેવ દુબે અને સોનાલી કુલકર્ણીએ અભિનય કર્યો હતો તેવી નોંધ પણ આ લેખમાં મળે છે. માંડવી, કચ્છમાં 24,25 ઓગસ્ટ 2004 દરમ્યાન વિશ્યુલ આર્ટસ અને રામકૃષ્ણ હાઈસ્કુલ દ્વારા અભિનય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તે વિશેની પણ નોંધ મળે છે. આ ઉપરાંત વડોદરાના સી.સી.મહેતા ઓડિટોરિયમમાં પ્રા. માર્કંડ ભટ્ટનો અમૃત મહોત્સવ ઉજવાયો હતો. 19 ઓગષ્ટ, 2004, ગુજરાત કોલેજ નાટ્ય વિભાગમાં સંવેદન સાંસ્કૃતિક સંસ્થા દ્વારા જાણીતા રંગકર્મી સંજય ગાંગુલીના વાર્તાલાપ “થિએટર ઓફ ધ ઓપ્રેસ્ડ : રિલેવન્સ રેઝીસ્ટીંગ ફાસીઝમ” નું આયોજન કર્યું હતું. તે વિશેની માહિતી આહીં ઉપલબ્ધ છે. વિશેષ નોંધ : - પ્રસ્તૃત લેખમાં બાળક નૃત્ય નું દ્રશ્ય મૂકવામાં આવ્યું છે.