પુરી એક અંધેરી ન્ ગંડુરાજા (ફારસ એકાંકી)
Keywords: Puri | Andhrei|Ganduraja|Faras Ekankiio|Andheri Nagar|Gandu raja
પુરી એક અંધેરી ન્ ગંડુરાજા (ફારસ એકાંકી)
Articleવિનાયક રાવલ • નાટક બુડ્રેટી • 2004
Abstract
આ નાટક ત્રણ દ્રશ્યોમાં વહેંચાયેલું છે.આ એક ફારસ એકાંકી છે. આ નાટકમાં અંધેરીનગરીની વાત કરવામાં આવી છે. આ નગરની સત્તા ગંડુરાજાના હાથમાં છે. પરંતુ ગંડુરાજા મોટેભાગે વિદેશમાં રહે છે. આ નગરમાં દરેક ચીજવસ્તુનો ભાવ એક સરખો હોય છે. જયારે રેલ્વે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના કુટુંબીજનોને એક હજારનો ચેક આપવાની વાત આવે છે. ત્યારે ગંડુરાજા રેલ્વે બંધ કરી દેવાનો હુકમ આપે છે અને કહે છે કે 'જે ને મરવું હોય તે પુલ પરથી કૂદીને કે બોળીને મરે પણ રેલ્વેને બદનામ ન કરે.' પછીથી તેમને એવો વિચાર આવે છે કે દરેક સેકન્ડકલાસ ડબ્બાને ફ ફેરવી દેવા. ત્યારબાદ છેલ્લે ભીંત પડવાથી કાર દબાઈ જાય છે ત્યારે ગંડુરામ ભીંતને હાજર કરવાનો હુકમ કરે છે. ત્યારે પ્રધાન કહે છે કે ભીંત તૂટી પડી છે. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરી છે. ત્યારે રાજા આજુબાજુની ભીંતોને હાજર કરવાનો હુકમ કરે છે. ત્યારે પ્રધાન એક નગરજનને હાજર કરે છે. ત્યારે નગરજન કહે છે કે 'આમાં મારો શું વાંક ભીંત મેં થોડી બાંધી છે. તે તો કોન્ટ્રાકટરે બાંધી છે. ' પછીથી છેલ્લે રાજા કોન્ટ્રાકટર ને હાજર કરવાનો હુકમ કરે છે. ને પ્રઘાન કોન્ટ્રાકટરને હાજર કરે છે. ત્યારે કોન્ટ્રાકટર કહે છ કે એને જે પૈસા આપ્યા હતા એટલા પૈસામાં ભીંત બંધાય તેમજ નહોતી. ભીંત બાંધવા માટે પૈસા ઉપરાંત સામગ્રીની જરુર પણ પડે છે ને જે મળે છે તે સસ્તી મળતી નથી ને સસ્તી મળે છે તે સારી મળતી નથી જેમકે સિમેન્ટ વગેરે. ત્યારબાદ રાજા પૂછે છે કે ' તમે સિમેન્ટ ધોળા બજારમાંથી લીધો હતો ?' ત્યારે કોન્ટ્રાકટર કહે છે કે મારી પાસે બ્લેક સિમેન્ટ ખરીદવાના પૈસા નહોતા એટલે ? પરિણામે નગરજનને ઘર ખોવાનો વારો આવ્યો અને મારુતિને કાર ખોવાનો. છેલ્લે પ્રધાન પ્રજાને ફાંસી આપવા કહે છે.