પાસ પાસે તોય કેટલા જોજન દૂરનો આપણો વાસ
Keywords: Haresh Trivedi|Natak|Purushpatra|Kandarpray|Stripatra|Urvashi|
પાસ પાસે તોય કેટલા જોજન દૂરનો આપણો વાસ
Articleહરેશ ત્રિવેદી • Natak Budreti Magazine • 2002
Abstract
ત્રણ દ્રશ્યો અને એક જ સ્થળ પર વિસ્તાર પામતું આ નાટક જે ગીત પંક્તિથી આરંભાય છે, તે જ ગીત પંક્તિથી અંતમાં પરિણમે છે. નાટકમાં બે પાત્રો છે. એક પુરુષ છે કંદર્પરાય અને બીજું સ્ત્રીપાત્ર છે ઉર્વશી. આ નાટકમાં માણસની ઉંમર વધતા તેના સ્વભાવમાં આવતા પરિવર્તનની વાત કરવામાં આવી છે. નાટકના પહેલા દ્રશ્યમાં બંને નાયક - નાયિકા પરસ્પર મજાક - મશ્કરી કરતાં પ્રેમભર્યો વાર્તાલાપ કરતા હોય છે. તો બીજા દ્રશ્યમા બંનેની ઉંમર 75 વર્ષની થતાં એકબીજાની સેવા - ચાકરી કરવાથી પણ તેઓ કંટાળી જતાં દેખાય ચ્હે. ત્રીજા દ્રશ્યમા બંને કટુવાક્યો અને કટાક્ષો દ્વારા પ્રહાર કરતાં અને એકબીજા પ્રત્યે ભારે અણગમો અને સૂગ ધરાવતા જોવા મળે છે. આમ બંને પાસ પાસે હોવા છતાં જોજનો દૂર રહેતા હોય તેમ જણાય છે. એ રીતે જોતાં આ નાટકનું શીર્ષક યથાર્થ છે.