ફેર ફેર વિચારણા
Keywords: Hasmukh Baradi|Natak|Gujarati Theatre|Natya Sahitya|Hasmukh Baradi|Natak|Gujarati Theatre|Natya Sahitya|Gram Kendri|Bhavai|Mithyabhiman|Gulab|Mithyabhiman|
ફેર ફેર વિચારણા
Articleહસમુખ બારાડી • 2003
Abstract
પ્રસ્તુત લેખમાં લેખકે સર્વ પ્રથમ ગુજરાતી થિયેટર અને નાટ્ય સાહિત્યનુ પ્રવાહદર્શન નવ તબક્કા પાડીને કરાવ્યુ છે. વિદેશી નમૂને નાટક લખવાની હોંશને લીધે ગ્રામકેન્દ્રી ભવાઈની તેમાં ઉપેક્ષા થઈ છે. મિથ્યાભિમાન જેવા નાટકમાં ભવાઈને સ્થાન આપતા ઘણા બધા વિવેચકોએ આ નાટકને ગ્રામ્ય, અસંસ્કારી અને અરુચિકર ગણાવ્યું. આ નાટકની આટલી બધી ઉપેક્ષાનું કારણ તો એક જ છે કે આ નાટક તત્કાલિન સમયમાં ભજવાયું નથી. ગુલાબ જેવુ નાટક મુદ્રિત થયું પણ તેનું મંચન થયું નહીં. તેમ છતાં ઈતિહાસકારો અને વિવેચકો તેને ગુજરાતીનું પહેલું નાટક ગણે છે. આમ, મિથ્યાભિમાન નાટકની ઉપેક્ષા અયોગ્ય રીતે જ કરવામાં આવી છે. એવો સ્પષ્ટ અભિપ્રાય લેખકે અહી દર્શાવ્યો છે.