બટાટાવડાંનો આનંદ લૂંટાય છે !
Keywords: Siddharth Randeria, Natak Budreti, Madhukar Randaria, Chandravadan Bhatt, Niharika Divetiya, Firoz Antiya, Vanlata Mehta, gujarati theatre
બટાટાવડાંનો આનંદ લૂંટાય છે !
Articleસિદ્ધાર્થ રાંદેરિયા • નાટક બુડ્રેટી • 2004
Abstract
આ લેખમાં સિદ્ધાર્થ રાંદેરિયાએ ગુજરાતી રંગભૂમિની દિનપ્રતિદિન થતી અવગતિ અંગેની ચિંતા સેવી છે. નાટકનું સ્તર દિવસે દિવસે નીચું જતું ગયું છે અને એના માઠાં પરિણામો આવ્યા છે. બીજી ભાષાઓની રંગભૂમિ ઉદુગતિને માર્ગ આગળ વધી રહી છે. જયારે ગુજરાતી રંગભૂમિ આ દ્રષ્ટિએ અવગતિ તરફ વધી રહી છે. આ ઉપરાંત આ લેખમાં ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે કેટલાક હકારાત્મક પાસાંઓ પણ જોવા મળે છે. જેમકે, ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે સ્વસ્થ, સ્વચ્છ, સ્વચ્છ સ્પર્ધા યોજાય છે ને એમાં જે સાચા અર્થમાં કલાકારો છે તેમની પ્રશંસા કરવામાં આવે છે. આગળ જોઈએ તો બોલીવુડ જેવી હાલત પણ ગુજરાતી રંગભૂમિની થયેલી જોવા મળે છે. જેમ ખેતીના અભ્યાસ માટે ગરમી, ટાઢ, તડકો વેઠી લોહીનું પાણી કરી મહેનત કરવી પડે છે તેવું જ અભિનયનું છે. તેમાં શારીરિક મહેનત ઉપરાંત માનસિક સજ્જતાની પણ બહુ જરુર રહે છે. આમ છેલ્લે તેઓ કહે છે કે વિવિધ મંડળોને નાટક માટે કોઈ પ્રેમ નથી હોતો, બધાં ભેગાં થઈ ' બટાટાવડાંનો આનંદ લૂંટવા જ થિયેટરમાં આવે છે.' વિશેષ નોંધ :- પ્રસ્તુત લેખમાં મધુકર રાંદેરિયા, ચંદ્રવદન ભટ્ટ, નિહારિકા દિવેટીયા, ફિરોઝ આંટિયા અને વનલતા મહેતાનો ફોટોગ્રાફ આપવામાં આવ્યો છે.