બોલપેનનું ખોખું (ફારસ એકાંકી)
Keywords: Faras Ekanki|Dhvanil Parekh|Natak Budreti|Faras|Ekanki|
બોલપેનનું ખોખું (ફારસ એકાંકી)
Articleધ્વનિલ પારેખ • નાટક બુડ્રેટી • 2004
Abstract
આ એક ફારસ, આધુનિક અને પ્રહસન એકાંકી છે. આ એકાંકીમાં શકુંતલા અને દુષ્યંત શકુંતલા સાથે તેના પિતાની ગેરહાજરીમાં લગ્ન કરે છે પછીથી દુષ્યંત શકુંતલાને એકલી મૂકીને ધંધાના કામે બહાર જાય છે. ત્યારે એક દિવસ ઘંશુ ભિખારી ભીખ માંગવા આવે છે. ત્યારે શંકુતલા દુષ્યંતના વિચારોમાં ખોવાયેલી હોવાથી તે સાંભળતી નથી. આથી ધંશુ ભિખારી તેને શ્રાપ આપે છે કે,'તું જિસકે ખ્વાબ દેખ રહી હૈ, વો અબ તેરા ખ્વાબ નહીં દેખેગા, વો તુજે ભૂલ જાયેગા.,' અને બને છે પણ એવું એક દિવસ દુષ્યંત પાછો આવે છે. ત્યારે તે શકુંતલાને ઓળખતો નથી. જયારે શકુંતલા દુષ્યંતને તેણે આપેલી બોલપેન બતાવે છે ત્યારે તેને બધું યાદ આવે છે ને છેલ્લે દુષ્યંતના પિતા, દુષ્યંતે શકુંતલા સાથે લગ્ન કરી લીધા હોવાથી તેને ઘરમાંથી કાઢી મૂકે છે. ત્યારે તે ધરજમાઈ બની રહેવાનું નક્કી કરે છે. આમ, નાટક અહીં સંપન્ન થાય છે.