ભારતીય કઠપૂતળી -કલા એના આધુનિક સ્વરુપે આજે પણ ઉપયોગી થઈ શકે !
Keywords: Bhartiya Kathputali, Hasmukh Baradi, Natak Budreti, Kathputali Kala, Mahipat Kavi, Lila Kavi, Puppet
ભારતીય કઠપૂતળી -કલા એના આધુનિક સ્વરુપે આજે પણ ઉપયોગી થઈ શકે !
Articleહસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2004
Abstract
આ લેખમાં કઠપૂતળી કલાનો જન્મ અને વિવિધ ક્ષેત્રોમાં તેનો પ્રભાવ કેવો રહ્યો છે, તે અંગેની માહિતી અહીં રજૂ કરી છે. કઠપૂતળી - કલાનો જન્મ ભારતમાં થયો હતે. તેમજ રાજકીય, સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પરિસ્થિતિમાં આ માધ્યમ આજે તેની લોકપ્રિયતા ગુમાવી રહ્યું છે. આ ઉપરાંત બાળકોના શિક્ષણમાં, લોકશિક્ષણના માધ્યમ તરીકે, મંદબુદ્ધિનાં બાળકોનાં શિક્ષણમાં, વિકલાંગ વ્યક્તિઓ માટે, પ્રૌઢ શિક્ષણના પ્રચારમાં ઉપયોગી કલા, વિવિધ ઉત્પાદનોની જાહેરખબરો વગેરે ક્ષેત્રોમાં કઠપૂતળી કલાની કેટલીક સામ્રગી આજે પણ કેટલેક અંશે અસરકારક બની શકે તેમ છે. તે અંગેની માહિતી પણ અહીં રજૂ કરી છે. સાથોસાથ શાળા - કોલેજોના અભ્યાસક્રમોમાં પણ આ કલાના વિષયો શિખવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તે વિશેની પણ માહિતી અહીં આપવામાં આવી છે. તદ્ઉપરાંત વિદેશોની અનેક નાટ્યસંસ્થાઓમાં પ્રોફેસરોને પપેટ કલાની જે તાલીમ આપવામાં આવી હતી તે અંગેની માહિતી પણ અહીં રજૂ કરવામાં આવી છે. વિશેષ નોંધ :- આ લેખમાં મહિપતભાઈ અને લીલાબેન નો ફોટોગ્રાફ આપવામાં આવ્યો છે.