ભારત રંગ મહોત્સવ (નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, દિલ્હીની સરાહનીય પ્રવૃતિ)
Keywords: Bharat Rang Mahotsav, Hasmukh Baradi, National School of Drama, Rastriya Natya Sanstha, NSD Repertory, Natya Mandali, Workshops, Natya Sahitya, Theatre India, Rangprasang, Bharat Rang Mahotsav
ભારત રંગ મહોત્સવ (નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, દિલ્હીની સરાહનીય પ્રવૃતિ)
Articleહસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2004
Abstract
પ્રસ્તુત લેખમાં નાટ્યપ્રવૃતિ અને નાટયસંસ્થાઓ વિશે માહિતી આપવામાં આવી છે. 1959માં કેન્દ્રીય સંગીત નાટય અકાદમી દ્વારા દિલ્હીમાં રાષ્ટ્રીય નાટય સંસ્થા સ્થપાઈ હતી. ત્યારબાદ 1964 થી N.S.D રેપર્ટરી એટલે કે નાટ્યમંડળી સ્થાપવામાં આવી હતી. તેમજ આ સંસ્થા વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વર્કશોપ્સનું પણ આયોજન કરતી હતી. આ ઉપરાંત આ સંસ્થા દ્વારા નાટકો અને નાટ્ય સાહિત્યના પ્રકાશનની સાથોસાથ ' થિએટર ઈન્ડિયા', (અંગ્રેજી) અને 'રંગપ્રસંગ' (હિન્દી) સામયિકો પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યાં હતાં. N.S.D દ્વારા 1999થી દર વર્ષે 'ભારત રંગ મહોત્સવ' નામે "રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ' યોજવામાં આવે છે. સાથોસાથ દેશની પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાની મહત્વની નાટ્યપ્રવૃત્તિ પણ એક પ્રકારનું પ્રભાવક અભિયાન બની રહ્યું છે. તેની પણ આ લેખમાં વિગતે માહિતી આપવામાં આવી છે.