મેઘધનુષનો મહેલ (બાળ નાટ્યલેખન યોજનામાં પુરસ્કૃત)
Keywords: Bal Natya Lekhan, Harishbhai Nagrecha, Natak Budreti
મેઘધનુષનો મહેલ (બાળ નાટ્યલેખન યોજનામાં પુરસ્કૃત)
Articleહરીશભાઈ નાગ્રેચા • નાટક બુડ્રેટી
Abstract
આ નાટકમાં તનુ અને મનુ બંન્ને ભાઈ-બહેન છે. મમ્મી-પપ્પા કોઈ સંબંધી વ્યક્તિને હોસ્પિટલમાં મળવા ગયા હોવાથી તનુ અને મનુ બન્ને ઘરમાં એકલા છે મનુ ચિત્ર દોરવામાં મશગુલ છે. જયારે તનુને બહાર વરસાદમાં રમવા જવાની ઈચ્છા છે. પરંતુ મમ્મીએ વરસાદમાં રમવા જવાની ના પાડી હતી તેથી તનુ ઘરમાં કંટાળી જાય છે. તનુ મનુ જોડે મસ્તી કરે છે. તોફાનમાં બન્ને ભાઈ-બહેન ડ્રોઈંગપેપરની ખેચતાણ કરે છે. અચાનક ડ્રોઈંગપેપરના બે કકડા થઈ જાય છે. અને રંગો પણ વિખરાઈ જાય છે તેથી બન્ને ભાઈ-બહેન ઝઘડવા લાગે છે એવામાં અચાનક ઝાકળના બિન્દુનો રડવાનો અવાજ સંભળાય છે તેથી બન્ને ભાઈ-બહેન તેની પાસે જઈને તે કેમ રડે છે તવું પૂછે છે ત્યારો બિન્દુ દ્વારા જાણવા મળે છે કે તેના મેઘધનુષનો મહેલ તૂટી ગયો છે તેના રંગો વિખરાઈ ગયા છે અને તેના મિત્ર કિરણને વાદળ ઉપાડી ગયું છે ત્યારે જ મનુ-તનુના ટેરી પરથી અફળાતફફીનો અવાજ આવે છે. તેની છાતી પર ચંદ્રનું ચિત્ર દોરેલું છે. લીલી ચંદ્રની જેમ શીતળ છે તે બધાને શાંત રહેવાનું સૂચવે છે એ રીતે સોનલની છાતી પર હળનું ચિત્ર, આસ્માની છાતી પર એરોપ્લેનનું ચિત્ર લાલિયાની છાતી પર વિસ્ફોટનું ચિત્ર, નીલની છાતીએ ઓલ્મપિકસનાં પાંચ વર્તૃળનું ચિત્ર, કેસરિયાની છાતી પર ત્રિશુલનું ચિત્ર, જાંબલીના છાતી પર હાથીનું ચિત્ર અને શ્વેતાની છાતી પર ચિત્ર નથી.આમ દરેક રંગો કોઈને કોઈ સંદેશો આપે છે. તનુ-મનુ બંને તે બધા રંગોને અને ઊખાણું પૂછે છે