મારે જીવવું છે.
Keywords: Mare Jivavun chhe|Killol Parmar|Namrata Patel|Natak Budreti|Mare Jivavun chhe|Ekanki|
મારે જીવવું છે.
Articleકિલ્લોલ પરમાર, નમ્રતા પટેલ • નાટક બુડ્રેટી • 2004
Abstract
મારે જીવવું છે' -એ એકાંકી છે.આ એકાંકી ત્રણ દ્રશ્યોમાં વહેંચાયેલું છે. આ એકાંકીમાં પ્રેરણા અને ગિનેશનો પ્રણય નિરૂપવામાં આવ્યો છે. પ્રેરણા અને દિનેશ ઓફિસમાં સાથે કામ કરતાં હોય છે. ત્યારે તે બન્ને વચ્ચે પ્રેમ થાય છે. પ્રેરણાને પછીથી ખબર પડે છે કે, પોતાને તો એઈડ્ઝ છે. તેથી તે દિનેશ સાથે લગ્ન કરવાની ના પાડે છે. પરંતુ દિનેશ પ્રેરણા સાથે લગ્ન કરવાની જીદ કરે છે. છતાં પ્રેરણા તૈયાર થતી નથી. ત્યારબાદ પ્રેરણા ઝીગ્નેશ નો લેટર દિનેશને આપે છે. છેલ્લે દિનેશ કહે છે કે જતાં જતાં મને એકવાર તારો હાથ મારા હાથમાં નહીં આપે ? અને પ્રેરણા પણ તેનો હાથ દિનેશનાં હાથમાં આપી દે છે. ત્યારે દિનેશ કટર વડે પ્રેરણાની હથેળી ઉપર કાપ મૂકે છે ને પછીથી પોતાની હથેળી પર કાપ મૂકે છે. પછીથી દિનેશ પ્રેરણાને કહે છે કે,'તારું લોહી મારા હાથમાં ભરી જવા દે, મારે જીવવું છે.' આ રીતે દિનેશ પોતાનું લોહી એઈડ્ઝ થયેલ પ્રેરણાના લોહીમાં સ્વેચ્છાએ ભેળવી દેવા પ્રયત્ન કરે છે.