યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન
Keywords: young theatre practioners, sashikant nanavati, shreyansh shah, Gujarat Samachar, INT, Competition
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન
Articleશશિકાંત નાણાવટી • Natak Budreti Magazine • 2002
Abstract
1987 માં ગુજરાતનાં તખ્તે તેમજ યુનિ. ના મહોત્સવોમાં નાટક – એકાંકી સર્જન લુપ્ત થવા લાગ્યું હતું. લગભગ આ જ સમયગાળામાં ગુજરાત સમાચાર ના મીને. શ્રેયાન્સ શાહ અને આઈ. એન. ટી. ના. સૂત્રધાર દામુભાઈ ઝવેરીએ વિવિધ કોલેજોમાં નાટ્યસ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં વિવિધ કોલેજોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં પ્રથમ સ્પર્ધાનો મંગલદીપ પ્રગટાવવા બંગાળના દિગ્દર્શક નાટયકાર શંભુમિત્ર તેમજ ઉમાશંકર જોષી હાજર રહ્યા હતા. આ સ્પર્ધામાં નાના નગરો અને ગ્રામ વિસ્તારની કોલેજોના વિધ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. આ સ્પર્ધાની ફળશ્રુતિરૂપે સમાજ સુસંગત વિષયો આધારિત નવા નવા એકાંકીઓ અને નવા નવા કલાકારો, લેખકો, નાટ્યક્ષેત્રો આગળ આવ્યા તે ગણાવી શકાય.