રંગભૂમિનાં નાટકોનો સાંગીતિક અભ્યાસ -3 સ્વ. વાડીલાલ શિવરામ નાયકનું પ્રદાન
Keywords: Vadilal Shivram Nayak|Late Vadilal Dagali|K. K. Shastri|Mumbai Gujarati Natak Mandali|Dayashanker|Muradabadi Najirkhan|Pandit Bhatkhande|Mumbai Natya Mandali|Lakshmikant Natak Company|Subodh Natak Mandali|Mumbai Natya Mandali|Vinod Meghani|
રંગભૂમિનાં નાટકોનો સાંગીતિક અભ્યાસ -3 સ્વ. વાડીલાલ શિવરામ નાયકનું પ્રદાન
Articleસંપાદક • નાટક – બુડ્રેટી • 2007
Abstract
આ વિભાગમાં સ્વ. વાડીલાલ ડગલીનાં જીવન – કવનનો પરિચય આપવામાં આવ્યો છે. જેની વિગતો કે.કા.શાસ્ત્રીએ આપી છે. વાડીલાલ ડગલીનો જન્મ 1882માં એટલે કે વિક્રમ સંવત 1938ના ચૈત્રસુદ છઠ્ઠના દિવસે તેમના મોસાળ સિધ્ધપુરમાં થયો હતો. માતા-પિતા બંને સંગીતના સારા જાણકાર હોવાથી સંગીતનું જ્ઞાન તેમને વારસામાં મળ્યું હતું. સાત વર્ષની વયે તેઓ પિતાજી સાથે 1989માં ‘મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ માં આવ્યા. અને ત્યાં તેમની પ્રતિભાથી પ્રભાવિત થઈ દયાશંકરે તેમને મુરાદાબાદી નાજીરખાં પાસે સંગીત શીખવા મુકયાં. 1903માં શાસ્ત્રોકત જ્ઞાન પં.ભાતખંડે પાસેથી મેળવ્યું. ‘મુંબઈ નાટય મંડળી’ના કુલ 23 નાટકોનાં ગીતોની તર્જ તેમણે બાંધી હતી. કંપની બંધ થતાં ‘લક્ષ્મીકાંત નાટક કંપની’ અને ‘સુબોધ નાટક મંડળી’ સાથે જોડાયા. જયારે બાપુલાલ દ્વારા ‘મુંબઈ નાટય મંડળ’ પુન: ચાલું કરવામાં આવી ત્યારે તેઓ ફરીથી કંપનીમાં જોડાય અને 42 નાટકોની બંદીશ કરી. 1932માં 50 વર્ષે કંપની છોડી. 1935-36માં શેઠ અંબાલાલના પુત્રી મેયર ગીતાબેનને સંગીત શિખવ્યું. ગીતાબહેન પાસેથી અનેક જુના ગીતોની રેકોર્ડ ઉપલબ્ધ છે. તો વિનોદ મેઘાણી પાસે પણ તે છે. રંગભૂમિના ઇતિહાસ જાળવવાના અનેક પ્રયાસ છતાં આ ક્ષેત્રે અંધકાર છે. સંપાદકે તેનો ખેદ વ્યકત કર્યો છે.