રંગમંચે છૂટેલો મૌનનો ઈતિહાસ....
Keywords: Bhanumati Shah, Natak Budreti, Valsad, Anjali Khandwala, Kalu Gulab, Varsha Adalja, Nayana Rasik Mehta, Himanshi Shelat, Paraki, Bindu Bhatt, Mangal sutra, Suvarna, Gherayel, Asha Virendra, Svapna Bhang, Amprali Desai, Surya pa spotlight, Suhas Oza, Saduba, Kalpana Chaudhary, Bakula Ghaswala, Rang Barse
રંગમંચે છૂટેલો મૌનનો ઈતિહાસ....
Articleભાનુમતી શાહ • નાટક બુડ્રેટી • 2005
Abstract
પ્રસ્તુત લેખમાં નારી પર થતા અત્યાચાર વિશેના નાટકો રજૂ કરવામાં આવ્યાં છે. આ સંદર્ભે ગુજરાત તથા મુંબઈની બાર લેખિકાઓનો વલસાડ ખાતે મે-જૂન 2004માં વર્કશોપ યોજાયો હતો. તેમાં લેખિકાઓએ પોતાની વાર્તાઓ પરથી આ નાટ્યરૂપાંતરો કર્યા છે. જેમાં મોટા ભાગનાં નાટકો સત્યાઘટના પર આધારિત છે. જેમાં અંજલિ ખાંડવાળાનું 'કાળું ગુલાબ',વર્ષા અડાલજાનું 'નયના રસિક મહેતા',હિંમાશી શેલતનું 'પારકી',બિંદુ ભટ્ટનું 'મંગલસૂત્ર', સુવર્ણા રચિત 'ઘેરાયેલ', આશા વીરેન્દ્ર રચિત 'સ્વપ્નભંગ',આમ્રપાલી દેસાઈ રચિત 'સૂર્ય પર સ્પોટલાઈટ', સુહાસ ઓઝાનું 'સદૂબા',કલ્પના ચૌધરીની બકુલ ઘાસવાલાનું 'રંગ બરસે' વગેરે....આ નાટકોમાં નારી પર થતા અત્યાચાર તથા એમાંથી બહાર નીકળી પોતાના નિજત્વને સ્થાપતા વ્યક્તિત્વની વાત રજૂ થતી જોવા મળે છે.