રંગ નગરીયા' (ભવાઇ નાટ્ય)
Keywords: Bhavai Natya|Lok Parampara|Pashdbhoo|Sarjoo-monghi|Sarjoo-teja|Sagar|Zanda-Zoolan|Ratan|Zanda-Jhoolan
રંગ નગરીયા' (ભવાઇ નાટ્ય)
Articleરામજીભાઈ વાણિયા • નાટક બુડ્રેટી • 2006
Abstract
રંગ નગરીયા નાટક રામજીભાઇ વાણિયાનું બીજું પૂરા કદનું નાટક છે. રામજીભાઇ ગુજરાતી નાટ્ય લેખનમાં નવો અવાજ છે. લોક પરંપરાના પાત્રો, શૈલી, પશ્ચાદભૂ, માળખું, નિરૂપણ, કસાબ અને ધરતીની સોડમ મહેંકતી જોવા મળે છે. 'રંગ નગરીયા' નાટકમાં કુલ એકવીસ (21) પાત્રો છે. અને તે જુદાં જુદાં દ્રશ્યોમાં વહેંચાયેલું છે. જેમાનું એક દ્રશ્ય ગામના ચોરાનો ચોક, સરજુનું ઘર, પહાડીના ઓટલાવાળી જગ્યા ભવાઇનું મેદાન અને કૂવા કાંઠોમાં ભજવાય છે. આ વેશમાં દંપતી સરજૂ - મોંઘીનાં પરિવારની કથા છે. જેમનો વ્યવસાય ભવાઈ રમવાનો છે. સરજૂ-સાગર બૈ મિત્રો છે. તેઓ એક વાર ઝંડાઝૂલણનો વેશ ભજવે છે. જેમાં સરજૂ તેજાનું પાત્ર અને સાગર ઝંડા-ઝૂલણ ફકીરનું પાત્ર ભજવે છે. સરજૂનું પાત્ર ભજવતી વખતે એ પાત્રમય બની જાય છે. અહાલેકને ઈશ્વરને શોધવા પત્ની મોંઘી અને પુત્ર રતનને સાગરનાં હાથમાં સોંપી તે મૃત્યુ પામે છે. જ્યારે સાગર પણ જૂલણ ફકીરના પાત્રમય બની ફકીરની જેમ ફરતો ફરે છે. પરંતુ અંતમાં 'ઝંડા-ઝૂલણ' નો વેશ ભજવાય છે. જ્યારે રતન તેજાનું પાત્ર ભજવીને પિતાથી પણ વધુ પ્રશંસા મેળવે છે. ત્યારે મોંઘીની આંખમાં હરખના આંસુ આવી જાય છે ને નાટક સંપન્ન થાય છે. આ નાટકમાં સરજુ અને સાગર બંને પાત્રોમાય બની જવાથી તેમનાં વાસ્તવિક જીવનનો કરૂણ અંજામ આવે છે.